યાત્રી વિમાનનું અપહરણ કરનાર પત્રકાર અને તેની ગર્લફ્રેન્ડની ધરપકડ

બેલારુસ: બેલારુસના તાનાશાહ પ્રમુખ એલેકઝાન્ડર લુકાશેંકો ના આદેશ પર એક રયાન એરના યાત્રી વિમાન હાઇજેક કરાતા યુરોપમાં બબાલ મચી ગઇ છે. આ ઘટનામાં ફાઇટર જેટ મોકલી રયાના એરપોર્ટ પર બળજબરી પૂર્વક વિમાન ઉતરાવવામાં આવ્યું અને તેમાંથી અસંતુષ્ટ પત્રકાર અને તેની ગર્લફ્રેન્ડની ધરપકડ કરવામાં આવી છે.
ફિલ્મી ઢબે સર્જાયેલી આ ઘટનામાં પત્રકાર રોમન પ્રોટસેવિચ અને તેની ગર્લફ્રેન્ડ સોફિયાની ધરપકડથી ભડકેલા ૨૭ દેશોના યુરોપીય સંઘે બેલારુસના વિમાનોની ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. યુરોપિયન યુનિયને આ ઘટનાને આતંકી ગણાવી છે. સાથે પોતાની તમામ એરલાઇન્સને બેલારુસ પરથી ઉડાન નહીં ભરવાની તાકીદ કરી છે.
વીડિયો ફૂટેજમાં રોમનના ચહેરા પર કાળા નિશાન સ્પષ્ટ દેખાય છે. જે અંગે વિપક્ષી નેતા સ્વેતલાના તિખાનોવક્યાએ જણાવ્યું કે તસવીર જાેઇ રોમન પર શારીરિક અને માનસિક અત્યાચાર કરાયો હોવાનું સ્પષ્ટ થાય છે. પત્રકાર રોમનને તેના પર મૂકવામાં આવેલા કથિત આરોપો અને ગુના બદ ૧૫ વર્ષની સજા થઇ શકે છે. બેલારુસની સરકારી ટીવી ચેનલથી જારી બુલેટિનમાં જણાવ્યું કે રોમન પર બેલારુસની સરકારે વ્યાપક અશાંતિ ભડકાવવાનો આરોપ મૂક્યો છે.
રોમન આમ તો સ્કૂલના સમયથી જ ચર્ચામાં છે. ૨૦૧૧માં તેણે એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. જેથી તેને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. રવિવારે તે ગર્લફ્રેન્ડ સાથે રયાન એરની ફલાઇટમાં લુથિઆનિયા જઇ રહ્યો હતો. જેની જાણ બેલારુસના તાનાશાહને થઇ ગઇ હતી. જ્યારે વિમાન બેલારુસની એર સીમામાં પહોંચ્યું કે તેના ફાઇટર મિગ-૨૯ વિમાને તેનો પીછો કરી બળજબરીથી મિંસ્ક એરપોર્ટ પર ઉતરાવ્યું હતું.