Western Times News

Gujarati News

યાદવ ભારતના યુવાનો માટે મહાન રોલ મોડલ છે : લક્ષ્મણ

નવી દિલ્હી: ભારતીય ટીમના પૂર્વ બેટ્‌સમેન વીવીએસ લક્ષ્મણે ટીમ ઇન્ડીયામાં પહેલીવાર સિલેક્ટ થયેલા મુંબઇના સૂર્યકુમાર યાદવની જાેરદાર પ્રશંસા કરી છે અને તેમને યુવાનો માટે રોલ મોડલ ગણાવ્યા છે. સૂર્યકુમારે ગત આઇપીએલની સિઝનમાં શાનદાર પ્રદર્શન કરતાં પોતાની ટીમને રેકોર્ડ પાંચ ખિતાબ જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે આખી ટૂર્નામેન્ટમાં જાેરદાર રન ફટકાર્યા હતા. ટૂર્નામેન્ટ ખતમ થયા બાદ આશા વ્યક્ત કરી હતી કે તેમણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ જનાર ભારતીય ટીમમાં સિલેક્ટ કરવામાં આવે, પરંતુ એવું થઇ શક્યું નથી. સ્ટાર સ્પોર્ટસના શો ગેમ પ્લાનમાં ખાસ વાતચીત કરતાં ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટસમેન વીવીએસ લક્ષ્મણે સૂર્યકુમાર યાદવની સતત પર્ફોર્મન્સ આપવાની દ્રઢતાનો ઉલ્લેખ કરીને કહ્યું કે શા માટે તે ટીમમાં સ્થાન મેળવવા માટે યોગ્ય છે.

તેમણે કહ્યું કે તે ટીમમાં સ્થાન પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવે છે ખાસ કરીને તે ભારતના યુવાનો માટે તે મહાન રોલ મોડલ છે. કારણ કે યુવાનો જલ્દી ધીરજ ગુમી બેસે છે. કારણકે ફર્સ્‌ટ કલાસ ક્રિકેટમાં રન પ્રાપ્ત કરવામાં હકારાત્મક ભૂમિકા બજાવનાર ભારતીય ટીમમાં સ્થાન પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય છે. પરંતુ આ અઘરૂ કામ છે. એટલી બધી ગુણવત્તા અને એટલી બધી સ્પર્ધા છે પણ સૂર્યકુમાર શું કરી શકે? તે ફર્સ્‌ટકલાસ ક્રિકેટમાં પાછા ફરે છે અને જ્યારે પણ તક મળે તે રન મેળવનાર પોઝિટીવ વ્યક્તિ બની રહે છે.

કપરી સ્થિતિમાં પણ રમી શકે છે. અને મેચ જીતાડે છે. અને તમે ખેલાડી પાસે આવી જ અપેક્ષા રાખતા હોવ છો. એક કહેવત છે અને મારા કોચે મને મને ઘણા સમય પહેલાં શિખવ્યુ છે કે સિલેકટર્સ બારણાં ખોલતા ના હોય તો બારણાં તોડીને અંદર પ્રવેશ કરો. તમે પરફોર્મન્સ આપીને જ આવુ કરી શકો છો. મને ખાત્રી નથી કે તે રમતમાં ઉતરનાર ૧૧ ખેલાડીની ટીમમાં તે હશે કે નહી પણ તે ખરેખર ભારતની ટી-૨૦ ટીમમાં સ્થાન મેળવવા યોગ્ય છે.

ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટસમેન વીવીએસ લક્ષ્મણે એવુ મંતવ્ય વ્યક્ત કર્યુ હતું કે આગામી ટી-૨૦ રમતોમાં રિષભ પંત મેચ વીનરની ભૂમિકા નિભાવી શકે તેમ છે. આ સ્થિતિમાં તે ભારતીય ટીમમાં ફિનિશરની ભૂમિકા મજબૂત કરી શકે છે કારણ કે છેલ્લા એક દોઢ વર્ષમાં આપણે જાેયુ છે કે આપણે હાર્દિક પંડયા અને જાડેજા ઉપર અતિશય આધાર રાખતા હતા. તે ૭મા નંબરે આવે છે અને તેના માટે જે ભૂમિકા નક્કી થઈ હોય છે તે નિભાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.