ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા પહેલા યાદશક્તિ વધારવા ટોનિકનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ
અરવલ્લી જીલ્લામાં વિદ્યાર્થીઓમાં માઈન્ડ ટોનિકનો ક્રેઝ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગુજરાત રાજ્યમાં બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ધો.૧૦ અને ધો.૧૨ ના બોર્ડના પરીક્ષાર્થીઓ ટેન્શન દૂર કરવા અને યાદશક્તિ વર્ધક દવાઓનો ક્રેઝ વધ્યો છે કેટલાક વિદ્યાર્થીઓ જ્યોતિષના આશીર્વાદ મેળવી પરીક્ષામાં ઉત્તમ દેખાવ કરી શકે તે માટે દોરા-ધાગાનો પણ સહારો લઈ રહ્યા છે
વિદ્યાર્થીઓમાં એકાગ્રતા, આત્મવિશ્વાસ કમી અને પરીક્ષાનો ડર દૂર કરવા માટે કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓ યાદશક્તિ વધારનાર (માઈન્ડ ટોનિક) દવાઓ ખરીદવાનું શરુ કરતા જીલ્લામાં આયુર્વેદિક દવાઓ વેચાણ કરનાર વેપારીઓને તડકો બોલાઈ ગયો છે વિદ્યાર્થીઓ અને વાલીઓ જાહેરાતો થી લલચાઈ દવા ખરીદવા આવતા હોવાનું વેપારીઓ માની રહ્યા છે.
મોડાસા શહેર શિક્ષણનગરી તરીકે ઉત્તર ગુજરાતમાં આગવી ઓળખ ધરાવે છે અનેક સાર્વજનિક અને ખાનગી સંસ્થાઓમાં અનેક વિદ્યાર્થીઓ અરવલ્લી જિલ્લા સહીત આજુ-બાજુના જીલ્લામાંથી અભ્યાસ અર્થે આવે છે હાલ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો.૧૨ ની પરીક્ષાઓ તેમજ હાઈસ્કૂલ અને કોલેજ કક્ષાની પરીક્ષાઓના પગલે પરીક્ષાર્થીઓએ તૈયારીઓની મથામણમાં પડ્યા છે.
મોડાસા શહેર શિક્ષણનગરી તરીકે ઉત્તર ગુજરાતમાં આગવી ઓળખ ધરાવે છે અનેક સાર્વજનિક અને ખાનગી સંસ્થાઓમાં અનેક વિદ્યાર્થીઓ અરવલ્લી જિલ્લા સહીત આજુ-બાજુના જીલ્લામાંથી અભ્યાસ અર્થે આવે છે હાલ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો.૧૨ ની પરીક્ષાઓ તેમજ હાઈસ્કૂલ અને કોલેજ કક્ષાની પરીક્ષાઓના પગલે પરીક્ષાર્થીઓએ તૈયારીઓની મથામણમાં પડ્યા છે.
ધો.૧૦ અને ધો.૧૨ ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાનું ટેન્શન અનુભવતા વિદ્યાર્થીઓના કેટલાક વાલીઓ વિદ્યાર્થીઓને બ્રેઈન ટોનિક પીવડાવી રહ્યા છે તો કોઈ વાલી જડીબુટ્ટી સીરપ પીવડાવી રહ્યા છે
બોર્ડની પરીક્ષાના ગણતરીના કલાકો પહેલા પરીક્ષાર્થીઓ પરીક્ષાનો ડર દૂર કરવા યાદશક્તિ વધારવા માટે બ્રેઈન ટોનિકની ખરીદી કરી રહ્યા હોવાથી યાદશક્તિ વધારનાર દવાઓમાં ભારે ઉછાળો આવ્યો છે.
હેમેન્દ્ર નામના પરીક્ષાર્થી બ્રેઈન ટોનિકની ખરીદી કરતા જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષાનો હાઉ થી વાંચેલું યાદ રહેતું નથી વાંચવા છતાં ભૂલી જવાની ઘટનાના પગલે યાદશક્તિ વધારવાની દવા અન્ય મિત્રો લેતા હોવાથી મને જાણ થતા હું પણ યાદશક્તિ વધારવાની દવા ખરીદી છે.
માલેતુજાર પરિવારો તેમના બાળકોને આંખુ વર્ષ મોંઘીદાટ બ્રાઈન ટોનિક પીવડાવી ખાડામાં ઉતરે છે.હાલ દવા બજારમાં અનેક લેભાગુ કંપનીઓ મોટા પ્રમાણમાં યાદશક્તિ વધારવા માટે ટોનિકની જાહેરાતો આપતા અને ટોનિક પીવાથી વિદ્યાર્થીઓના થયેલ ફાયદાની મોટા ઉપાડે માર્કેટિંગ કરવામાં આવતા શહેરી વિસ્તારોમાં રહેતા સુખી સંપન્ન વાલીઓ પોતાના બાળકોને આખું વર્ષ આવા ટોનિક પીવડાવીને હજ્જારો રૂપિયાનો ખર્ચો કરી ખાડામાં ઉતરતા હોય છે ત્યારે પરીક્ષાના થોડાક દિવસ અગાઉ સામાન્ય વાલીઓ પણ યાદશક્તિ વધારનાર ટોનિક ખરીદી રહ્યા છે જેથી વેપારીઓને તડકો બોલાઈ ગયો કેટલીક જાણીતી કંપનીઓની દવાઓ તો સ્ટોક પણ ખલાસ થઇ ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.