યામી ગૌતમને આઈપીએસ બનીને ગર્વ થઈ રહ્યો છે
મુંબઈ: બોલિવૂડની સુંદર અભિનેત્રી યામી ગૌતમ આજકાલ ઈન્ડસ્ટ્રીની સૌથી બીઝી અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે, હાલમાં તેણી પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે. સૈફ અલી ખાન, અર્જુન કપૂર અને જેક્લીન ફનાર્ન્ડિઝની સાથે તે ટૂંક સમયમાં ‘ભૂત પોલીસ’માં જાેવા મળશે. આ સાથે તે ફિલ્મ દસવીમાં પણ જાેવા મળશે, જેમાં તે અભિષેક બચ્ચન સાથે જાેવા મળશે. ફિલ્મમાં તે એક પોલીસ અધિકારીની ભૂમિકામાં નજરે પડશે, જેના માટે તે ખૂબ ઉત્સાહિત છે. તાજેતરમાં જ તેણે દસવીના સેટ પરથી પોતાનો લુક શેર કર્યો છે. યામી ગૌતમ સોશ્યલ મીડિયા પર સક્રિય રહે છે. તે હંમેશાં તેના ચાહકો માટે પોસ્ટ્સ શેર કરે છે.
તાજેતરમાં જ તેણે તેની આગામી ફિલ્મ ‘દસવી’નો લૂક શેર કર્યો છે. તેણે લખ્યું- ‘મારો પહેલો દિવસ જ્યોતિ દેસવાલની ભૂમિકા નિભાવતા દસવીના સેટ પર. આઈપીએસ અધિકારીની ભૂમિકા નિભાવવામાં મને ખૂબ ગર્વ અને સન્માનની અનુભૂતિ થાય છે. ફિલ્મમાં યામી ગૌતમ ઉપરાંત અભિષેક બચ્ચનનો લૂક પણ રિલીઝ કરવામાં આવ્યો છે. દસમીમાં યામી નિમ્રત કૌરનું મહત્વપૂર્ણ પાત્ર ભજવતી જાેવા મળશે. તુષાર જસોલા આ ફિલ્મ દ્વારા દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે. યામી ગૌતમ અને અભિષેક બચ્ચનની આ ફિલ્મ સમાજમાં શિક્ષણની વાત કરે છે. દિનેશ વિજનની મેડડોક ફિલ્મ્સ અને જિયો સ્ટુડિયો દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
યામીએ તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેના હાથમાં વધુ ૪ મોટા પ્રોજેક્ટ તૈયાર છે. આમાં તે ખૂબ જ વ્યસ્ત બનવા જઈ રહી છે અને તેનું ફિલ્મી કરિયર ઘણી ઊંચાઈ પર જવા માટે તૈયાર છે. વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે યામી ગૌતમ ‘ભૂત પોલીસ’માં પોલીસ કોપની ભૂમિકા નિભાવી રહી છે. આ સાથે તે અ વેનસડેની સિક્વલ અ ટ્યુજડેમાં પણ જાેવા મળશે. આ ફિલ્મમાં અભિનેત્રી એક શિક્ષકની ભૂમિકામાં જાેવા મળશે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેત્રીએ કહ્યું કે, તે આ આગામી ફિલ્મને તેના જીવનની શ્રેષ્ઠ સ્ક્રીપ્ટ માને છે.