યામી ગૌતમ લાલ ચૂડા, ઝુમકા-સૂટ સલવારમાં દેખાઈ
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમ લગ્ન બાદ તાજેતરમાં પતિ આદિત્ય ધરની સાથે હિમાચલ પ્રદેશના પ્રવાસથી પરત મુંબઈ ફરી છે. હવે તેને કામ ઉપર વાપસી કરી છે. બુધવારે યામી મુંબઈના બાંદ્રામાં સ્થિત એક રેસ્ટોરન્ટમાં સ્પોટ થઈ હતી. આ દરમિયાન યામી લાલ અને લીલા રંગની સૂટ સલવારમાં દેખાઈ હતી.
સાથે જ પોતાના હાથોમાં લાલ ચૂડા અને કાનોમાં ઝુંમકા પહેરેલા હતા. યામીનો આ અંદાજ તેમના ફેંસને ખુબ જ પસંદ આવ્યો હતો. ચાહકો આ તસવીરોને ખુબ જ પસંદ કરી રહ્યા છે. યામીની આ તસવીરો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહી છે. તાજેતરમાં મુંબઈ પરત ફરેલી યામી ગૌતમ આદિત્ય ધરે પોતાના આગામી પ્રોજેક્ટ માટે કામ શરુ કર્યું છે યામીની આગામી ફિલ્મ એ થર્સ ડે છે. જેનું શૂટિંગ ટૂંક સમયમાં ફરીથી શરુ થશે. કોરોનાના પગલે ફિલ્મનું શૂટિંગ પર લાંબા સમયથી અસર થઈ હતી.
પછી એક્ટ્રેસ પોતાના લગ્નના કારણે કામથી થોડો સમય દૂર રહી હતી. ફિલ્મને રોની સ્ક્રૂવાલા પ્રોડ્યૂસ કરી રહ્યા છે. પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે મુંબઈમાં યામી ગૌતમનું ૨૦ દિવસનું શૂટિંગ શ્કેડ્યુલ છે. જેમને આ પુરું કરવાનું છે. આ શેડ્યુલમાં યામી શરુથી લઈને અંત સુધી ફિલ્મનું શૂટિંગ કરશે. ફિલ્મમાં યામી એક્શન સીન કરતી દેખાશે. યામી ગૌતમની પાસે રોની સ્ક્રૂવાલા અને આદિત્ય ધરનાની પણ એક ફિલ્મ છે. જેમાં તે પ્રતીક ગાંધી સાથે દેખાશે.