યામી ગૌતમ સાથે સામ્યતા બદલ વિદિશા ઉર્ફે અનિતા ભાભી ખુશ

એન્ડટીવી પર બેજોડ કોમેડી શો ભાભીજી ઘર પર હૈમાં નવી અનિતા ભાભી ઉર્ફે વિદિશા શ્રીવાસ્તવનું સ્વાગત કરવા માટે દર્શકોમાં જબરદસ્ત રોમાંચ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગમાં આ પ્રવેશ વિશે ગુસપૂસ ચાલી રહી છે ત્યારે એક બાબતે બધાનું ધ્યાન ખેંચ્યું છે તે એ કે વિદિશા શ્રીવાસ્તવ પ્રતિભાશાળી બોલીવૂડની અભિનેત્રી યામી ગૌતમ સાથે સામ્યતા ધરાવે છે.
આ વિશે બોલતાં વિદિશા શ્રીવાસ્તવ કહે છે, “મારી તુલના યામી ગૌતમ સાથે થાય તે મારે માટે મોટું કોમ્પ્લિમેન્ટ છે. તે બહુ પ્રતિભાશાળી અભિનેત્રી છે અને આકર્ષક બોડી ઓફ વર્ક ધરાવે છે. લોકો મોટે ભાગે અમારી વચ્ચે સામ્યતાના અનેક ફોટો મને મોકલી રહ્યા છે.
આરંભમાં હું સ્તબ્ધ થઈ ગઈ, પરંતુ હવે કોઈ મારી તરફ નિર્દેશ કરે ત્યારે સારું લાગે છે. આવી હસ્તી સાથે તુલના રસપ્રદ છે, કારણ કે તે પ્રેરણારૂપ છે. આખરે અમે બંને કલાકાર છીએ અને અમારા શ્રેષ્ઠ પ્રયાસ કરીએ છીએ. મને તેના કામ પ્રત્યે ભરપૂર પ્રેમ અને આદર છે. તે બહુ સુંદર, સખત મહેનતુ, પ્રતિભાશાળી અને નમ્ર વ્યક્તિ છે.
બહુ ઓછા લોકો જાણે છે કે અમે બંનેએ દક્ષિણની ફિલ્મોમાં જોડે કામ કર્યું છે અને તેની સાથે કામ કરવાની મને બહુ મજા આવી. તે ઉત્તમ અભિનેત્રી છે અને ઉત્તમ માનવી પણ છે. એવું માનવામાં આવે છે કે દુનિયામાં આપણા જેવા દેખાતા છથી સાત લોકો હોય છે. આથી એક રીતે મને કમસેકમ એક મળી આવી તેની ખુશી છે અને મને ખાતરી છે કે યામી માટે પણ તે લાગુ થાય છે!” (હસે છે).
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં નવી અનિતા ભાભી તરીકે પ્રવેશ વિશે મળી રહેલા અદભુત પ્રતિસાદ વિશે વિદિશા કહે છે, “હું બહુ મોહિત છું. આ સમાચાર બહાર આવ્યા ત્યારથી મારો ફોન સતત રણકે છે. એકેય દિવસ એવો નથી જ્યારે તેમની ખુશી અને રોમાંચની વાત કરવા કોઈક મેસેજ અથવા કોલ્સ નહીં આવ્યા હોય.
મારી આસપાસ લોકો બહુ રોમાંચિત છે અને મને તેમની નવી અનિતા ભાભી તરીકે જોવા ઉત્સુક છું. આ લાગણી બહુ સુંદર છે. મેં શૂટિંગ શરૂ કરી દીધું છે અને મારા ફ્રેન્ડ્સ, ફેમિલી અને ચાહકો મને ટૂંક સમયમાં જ પડદા પર જોવા અને તેમનો ફીડબેક આપવા માટે ઉત્સુક છે. મારે માટે આ સન્માનપાત્ર અને મોટો અવસર છે. મારી લાગણી અને ખુશી વ્યક્ત કરવા માટે મારી પાસે પૂરતા શબ્દો નથી. આ લાઈફટાઈમ રોલ છે અને મને તક મળી તેની ખુશી છે.”