કાશ્મીરી પંડિતોને ખીણમાંથી હીજરત કરવા માટે યાસીન મલિક જવાબદાર :NIA
કાશ્મીરી અલગતાવાદી યાસીન મલિકને આજીવન કારાવાસની સજા ફટકારતી દિલ્હીની કોર્ટ
દિલ્હીની અદાલતે આજે કાશ્મીરી અલગતાવાદી યાસીન મલિકને ત્રાસવાદ માટે નાણાં પૂરા પાડવાના કેસ સહિત બધા જ આરોપોમાં ગુનેગાર પુરવાર થતાં આજીવન કારાવાસની સજા ફટકારી છે.
યાસીન મલિક ગેરકાયદેસર પ્રવૃત્તિ નિયંત્રક ધારા યુએપીએ હેઠળ બધા જ કેસોમાં કસૂરવાર સાબીત થયો છે. એનઆઈએ દ્વારા યાસીન મલીક માટે દિલ્હીની અદાલત સમક્ષ દેહાંતદંડની સજા ફટકારવાની માંગણી કરવામાં આવી હતી.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઈએ)એ વિશેષ ન્યાયાધીશ પ્રવીણ સિંહને કાર્યવાહીમાં જણાવ્યું હતું કે યાસીન મલિક કાશ્મીરી પંડિતોને ખીણમાંથી હીજરત કરવી પડી તે માટે જવાબદાર હતો. જયારે અદાલતે યાસીન મલિક વતી કેસ લડવા નીમેલા ધારાશાસ્ત્રીએ તેને આજીવન કેદની સજા કરવાની વિનંતી કરી હતી.