Western Times News

Gujarati News

યુએઇના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અલ નાહયાનની યાદમાં હિન્દુ સમુદાયે પ્રાર્થના સભાનું આયોજન કર્યું

યુએઇ, સંયુક્ત આરબ અમીરાતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનની યાદમાં હિન્દુ સમુદાયે અબુ ધાબીમાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં ભારતીય હિન્દુ સમુદાયની મહિલાઓ અને પુરુષો અને બાળકોએ ભાગ લીધો હતો જેના માટે હિન્દુઓની પ્રશંસા થઈ રહી છે.

યુએઈના લોકોએ સોશિયલ મીડિયા પર તેમનો આભાર વ્યક્ત કરતા કહ્યું છે કે અમે આ સન્માનને હંમેશા યાદ રાખીશું. વાસ્તવમાં ભારતીય હિંદુ સમુદાયે સ્વર્ગસ્થ શેખ ખલીફાની આત્માની શાંતિ માટે અબુ ધાબી મંદિરમાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું.

આ પ્રાર્થના સભાને લઈને યુએઇના લોકોએ ભારતીય હિન્દુ સમુદાયનો આભાર માન્યો છે અને કહ્યું છે કે તમારો આભાર, ભગવાન તમારું ભલું કરે. અમારા સ્વર્ગસ્થ પિતા શેખ ખલીફાના માનમાં તમે આયોજિત પ્રાર્થના સટ્ઠભા માટે અમે તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. અમે તેને યાદ રાખીશું. આ પ્રાર્થના સભામાં ભજન-ર્કિતન થયા હતા અને મોટી સંખ્યામાં હિન્દુ લોકો જાેડાયા હતા.

આ મીટીંગમાં સ્વામી બ્રહ્મ બિહારી દાસે જણાવ્યું હતું કે આજે આપણે બધા એક એવી વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા છીએ જેનું જીવન આપણા બધા માટે પ્રેરણાદાયક રહ્યું છે. આપણા શેખ ખલીફાએ આ દેશનું નેતૃત્વ કર્યું અને એક એવો દેશ બનાવ્યો જ્યાં આપણું જીવન વધુ સારું થતું ગયું.

હિંદુ સમુદાય અને અબુ ધાબી મંદિરના વખાણ અને આભાર માનવા માટે ટિ્‌વટર લેવામાં આવ્યું છે. આ યુઝર હસન સજવાનીએ લખ્યું છે કે સેંકડો લોકો અબુ ધાબી મંદિરમાં આવ્યા અને અમારા પિતા શેખ ખલીફા માટે પ્રાર્થના કરી. આ સાથે સ્વામીએ અમૂલ્ય શબ્દોમાં વાત કરી હતી.

આ બધું આપણે ક્યારેય ભૂલી શકતા નથી. નોંધનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાષ્ટ્રપતિ શેખ ખલીફાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને દેશે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સહિત વિશ્વભરના તમામ મોટા રાજકારણીઓ દ્વારા તેમને શોક સંદેશ મોકલવામાં આવ્યો હતો. નોંધપાત્ર રીતે ેંછઈએ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.