યુએઈમાં IPL મેચોમાં પ્રેક્ષકોને પ્રવેશ આપવાની વકી
નવી દિલ્હી: યુએઇમાં યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સિઝનની બાકીની મેચો માટે દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી મળી શકે છે. અહેવાલ અનુસાર, યુએઇ સરકારના નિયમો પ્રમાણે સ્પોર્ટિંગ ઇવેન્ટ્સમાં તે દર્શકોને જ મેચ જાેવાની પરવાનગી હશે, જે કોવિડ-૧૯ની વેક્સિન લઇ ચૂક્યાં છે.
આઇપીએલ ૨૦૨૧ની બાકીની મેચોની તૈયારી માટે બીસીસીઆઇ અધિકારીઓની ટીમ દુબઇ પહોંચી ગઇ છે. બીસીસીઆઇએ શનિવારે એસજીએમમાં જણાવ્યું હતું કે, આઇપીએલની બાકીની ૩૧ મેચ સપ્ટેમ્બર-ઓક્ટોબર વચ્ચે યુએઇમાં રમાશે.
ક્રિકબઝના અહેવાલ અનુસાર, યુએઇ સરકારના નિયમો પ્રમાણે મેદાનમાં ૫૦ ટકા દર્શકોને આઇપીએલ ૨૦૨૧ની બાકી મેચોમાં એન્ટ્રી મળી શકે છે. આની માટે શરત એ છે કે, તે પ્રશંસકોને જ સ્ટેડિયમમાં પ્રવેશ મળશે જે કોરોનાની વેક્સિન લગાવી ચૂક્યાં છે. યુએઇમાં મોટાભાગના લોકોને વેક્સિન લાગી ચૂકી છે.
બીસીસીઆઇ અને યુએઇ સરકાર માટે આ દર્શકોને મંજૂરી આપવી કોઇ મોટી ચિંતાની વાત નથી, જાે સ્થાનિક સરકાર ઇવેન્ટ માટે કોઇ ખાસ નિયમ ન બનાવે તો. બીસીસીઆઇ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી, જય શાહ, વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લા, અરુણ ધૂમલ દુબઇ પહોંચ્યા છે. બીસીસીઆઇ ટીમ તૈયારીઓને લઇને યુએઇ સરકાર અને અમીરાત ક્રિકેટ બોર્ડ સાથે વાત કરશે.