યુએનની કાર્યપધ્ધતિ સામે સવાલો ઉઠાવતા મોદી
અમારો માર્ગ જન કલ્યાણથી જગ કલ્યાણ સુધીનો છે: મોદી
પાકિસ્તાનનું નામ લીધા વગર આતંકવાદની સામે લડાઇ ચાલુ રાખવાનો ઇશારો
નવી દિલ્હી, લોકપ્રિયતાના શિખરની ટોચ પર બેઠેલાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિશ્વભરના દેશોના રાજકીય નેતાઓની ઉત્સુકતા વચ્ચે આપેલા પ્રવચનમાં કાર્ય પધ્ધતિ સામે જ સવાલો ઉઠાવી ભારતને UNના કાયમી સભ્યપદ આપવા પર ભાર મુકી જણાવ્યુ હતું કે
ભારત હંમેશા આતંકવાદ, નશીલા પદાર્થો અને મની લોન્ડ્રીંગ જેવી નાપાક પ્રવૃતિ સામે લડતું રહેશે. ભારતે કયારેય કોઈના ઉપર સિતમ નથી ગુજાર્યો કે કોઈના ઉપર બોજ નથી.
બન્યોવર્તમાન કોરોનાના કપરા કાળમાં તથા અનેક દેશો વચ્ચે સર્જાયેલી તણાવભરી પરિસ્થિતિમાં UN ક્યાં છે તેવો સવાલ તેમણે કૃયો હતો. બદલાતા સમયની સાથે સાથે UNની પણ કાર્ય પધ્ધતિમાં બદલાવ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
ભારતના પાડોશી દેશ અને ભારત સામે આતંકવાદના બહાને પરોક્ષ યુધ્ધ લડનાર પાક વડા પ્રધાન ઈમરાનખાને UNના ભાષણમાં ભારત વિરૂધ્ધ ઝેર ઓકયુ હતું પરંતુ UNમાં ભાષણ બાદ ભારતીય અધિકારીઓએ તેમને સણસણતો સવાલ આપી દીધો છે
જાેકે આજે વડાપ્રધાન મોદીએ તેમના ભાષણમાં પાક.ના નામનો ઉલ્લેખ કર્યા વગર જ ગર્ભિત ચીમકી ઉચ્ચારી હતી. UNની ૭પમી વર્ષગાંઠ ઉપર સદસ્ય દેશોને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે
UN સ્થાપના થઈ ત્યારે તેની સામે પ્રશ્નો અલગ હતા આજે ર૧મી સદીમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે.
આમ તો કહેવા માટે ત્રીજુ વિશ્વયુધ્ધ થયુ નથી પરંતુ એ વાતને પણ નકારી શકાય તેમ નથી કે યુ.એન.ની સ્થાપના પછી અનેક યુધ્ધ ગૃહયુધ્ધો થયા. આતંકવાદી ઘટનાઓ ઘટી છે. નિર્દોષોના ખૂનની નદીઓ વહી છે.
આ ઘટનાઓમાં મરી ગયેલા તમામ લોકો મારી- તમારી જેમ ઈન્સાન હતા. સેંકડો લોકોએ પોતાની જીવન પુંજી સાથે સપનાના ઘર છોડવા પડયા છે શું તે સમયે યુ.એન.ના પ્રયાસ બરાબર હતા.
આજે આઠ-નવ મહિનાથી વિશ્વમાં કોરોનાની મહામારી વ્યાપી છે. ત્યારે એવા કેટલાય રાષ્ટ્રો પૂછી રહયા છે કે આજે યુનાઈટેડનેશન કર્યાં છે. યુ.એન.ના સ્વરૂપમાં પરિવર્તનએ સમયની માંગ છે.
દરમિયાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UNમાં ભારતના સ્થાયી સભ્ય પદને લઈને ઈશારો કરતા તેમના પ્રવચનમાં ઉમેર્યું હતું કે ભારત ૧૩૦ કરોડની વસ્તી, વિવિધભાષા, વિભિન્નતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે.
જેઅન્ય અનેક દેશો પર તેની અસર છોડે છે ત્યારે મહત્વના નિર્ણયો લેવામાં તેના અવાજને ક્યાં સુધી દૂર રાખી શકાય ?? યુ.એન.ના માળખામાં સુધારો કરવાની પ્રક્રિયાને લોજીકલ એન્ડ તરફ ક્યારે પહોંચાડાશે બીજી તરફ ભારતે જયારે મજબૂત હતુ ત્યારે દુનિયાના અન્ય દેશોની સતામણી કરી ન હતી અને મજબૂર હતા ત્યારે પણ દુનિયા પર બોજ બન્યા નથી.
ભારત વિશ્વને પોતાનું પરિવાર માને છે અને વિશ્વ કલ્યાણને પ્રાથમિકતા આપી છે તેથી જ યુ.એન.ના શાંતિ મિશનમાં ભારતે દરેક વખતે પોતાના સૈનિકોને મોકલ્યા છે.
આ કામમાં ભારતે તેના સૈનિકોનું બલિદાન આપવુ પડયુ છે તેથી ભારતનો પ્રત્યેક રાષ્ટ્રવાસી પોતાના યોગદાનની યુ.એન.માં રાહ જાેઈ રહયો છે. શાંતિ મિશનમાં ભારતે દરેક વખતે પોતાના સૈનિકોને મોકલ્યા છે.
આ કામમાં ભારતે તેના સૈનિકોનું બલિદાન આપવુ પડયુ છે તેથી ભારતનો પ્રત્યેક રાષ્ટ્રવાસી પોતાના યોગદાનની યુ.એન.માં રાહ જાેઈ રહયો છે.
આ તબક્કે પોતાના પ્રભાવશાળી પ્રવચનમાં સ્પષ્ટતા કરતા વડાપ્રધાને એ પણ જણાવી દીધુ હતુ કે ભારત જયારે કોઈ બીજા દેશ જાેડે દોસ્તીનો હાથ લાંબો કરે છે ત્યારે તે કોઈ ત્રીજા દેશને મજબૂર કરવા નથી કરતો. કોરોના કાળમાં ભારતે ૧પ૦ દેશોને દવાઓ પહોંચાડી છે. વિશ્વમાં સૌથી વધારે વેક્સિન ઉત્પાદન કરનાર ભારત પાસે વિશાળ ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ છે તો તે ઉત્પાદન ડીલીવરી કરવાની ક્ષમતા ધરાવે છે. વિશ્વના દેશોને કોરોના સંકટમાંથી બહાર નીકાળવામાં આ ક્ષમતા કામ આવશે. કોરોના વેકસીન ફેઝ-૩ તેના કલીનીકલ ટ્રાયલ પર આગળ વધી રહી છે.
ભારતનો માર્ગ જનકલ્યાણથી જગકલ્યાણનો રહેશે. ભારતનો અવાજ શાંતિ-સમૃધ્ધિ-વિકાસની તરફેણમાં હશે. પરંતુ માનવીય મૂલ્યોનું હનન કરનારા તથા જધન્ય આતંકવાદીકૃત્યો, ડ્રગ્સ, મનીલોન્ડરીંગની વિરૂધ્ધ ભારત લડશે
અને તેનો ખાત્મો બોલાવવામાં તત્પર રહેશે. પાછલા વર્ષોમાં ભારતનો મંત્ર રીફોર્મ- પરફોર્મ- ટ્રાન્સફોર્મ રહયો છે અને તે મારફતે કરોડો ભારતીયોના જીવનમાં બદલાવ લાવવાનું કામ કર્યું છે.