Western Times News

Gujarati News

યુએન મહાસભામાં કોરોનાનુ જોખમ: બ્રાઝિલના આરોગ્ય મંત્રી સહિત પ્રતિનિધિમંડળમાં બે સંક્રમિત

ન્યુયોર્ક, હવે અમેરિકાના ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્ર પર ભયના વાદળો ઘેરાઈ રહ્યા છે. બુધવારે UNGA ની બેઠકમાં ભાગ લેવા માટે પહોંચેલા બ્રાઝિલના આરોગ્ય મંત્રી માર્સેલો ક્વેરોગા કોરોનાવાયરસથી સંક્રમિત જોવા મળ્યા હતા. તેઓ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોની સાથે ન્યુ યોર્ક ગયા હતા. જેઓ મહાસભાના પ્રથમ સ્પીકર હતા.

બ્રાઝિલની સરકારે મંગળવારે કહ્યું કે ક્વેરોગાએ કોરોનાવાયરસની રસી લીધી છે અને બોલસોનારોની સાથે ગયેલા પ્રતિનિધિમંડળમાં સંક્રમિત થયેલા બીજા વ્યક્ચિ રહ્યા.પ્રતિનિધિમંડળના અન્ય સભ્યોની પણ તપાસ કરવામાં આવી છે અને હાલમાં તેઓ નેગેટીવ મળી આવ્યા છે. બોલસોનારોને ખુદ હજી સુધી કોરોનાની રસી લીધી નથી.

સોમવારે, ક્વેરોગા ન્યુ યોર્કની શેરીઓમાં ફરતા અને રાષ્ટ્રપતિ બોલસોનારો પિઝા ખાતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પ્રતિનિધિમંડળના અન્ય કેટલાક સભ્યો પણ તેમની સાથે હાજર હતા. રસી ન લેવા બદલ બ્રાઝિલના રાષ્ટ્રપતિને ન્યૂયોર્કની એક હોટલમાં પ્રવેશ મળ્યો ન હતો, તેથી તેઓએ બહાર ઉભા રહીને પીઝા ખાધા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.