યુએસના મેડિકલ એડવાઈઝરે વુહાન લેબને પૈસા આપ્યા હતા
વોશિંગ્ટન: દુનિયામાં કોરોના મહામારીનુ જ્યારથી આગમન થયુ ત્યારથી ચીનની વુહાન શહેરની લેબોરેટરી શંકાના ઘેરામાં છે. કોરોના વાયરસ આ લેબોરેટરીમાંથી જ બહાર ફેલાયો હોવાના સવાલો પણ ઉઠયા છે.
હવે અમેરિકાના એક અખબારે કરેલી સનસની ખેજ દાવામાં એવી વિગતો સપાટી પર આવી છે કે, અમેરિકામાં રોગચાળાના સૌથી મોટા તજજ્ઞ અને વ્હાઈટ હાઉસના મેડિકલ એડવાઈઝર ડો.એન્થની ફૌસી અને માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટસ પર વુહાન લેબને પૈસા આપવાનો આરોપ લગાયો છે.
અખબારે ડો.ફૌસીના ઈ મેઈલના આધારે આ પ્રકારનો દાવો કર્યો છે.આ ઈ મેઈલ ચેટ ૮૫૫ પાનાની છે. જેનાથી સાબિત થઈ રહ્યુ છે કે, ડો.ફૌસી સતત ચીનના વૈજ્ઞાનિકો સાથે સંપર્કમાં હતા અને તેમણે બિલ ગેટસ સાથે પણ વેક્સીન અંગે વાતચીત કરી હતી.
ગયા મહિને ડો.ફૌસી પર આરોપ લાગ્યો હતો કે, તેમણે ચીનની વુહાન લેબને પૈસા આપ્યા હતા અને ઈ મેઈલ લીક થયા બાદ ફરી સવાલ ઉભો થયો છે કે, શું ડો.ફૌસી પણ કોઈ પ્રકારના ષડયંત્રમાં સામેલ હતા અને તેમને કોરોના અંગે પહેલેથી જ જાણકારી હતી?એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે, તેમણે ચીનની લેબોરેટરીને વાયરસ બનાવવા માટે પૈસા આપ્યા હતા?
લીક ઈમેઈલથી ખબર પડી રહી છે કે, ડો.ફૌસી અને ચાઈનિઝ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલના ડાયરેક્ટર ડો.જ્યોર્જ ગાઉ વચ્ચે કોરોના વાયરસ જ્યારે દુનિયામાં ફેલાઈ રહ્યો હતો ત્યારે સતત વાતચીત થઈ રહી હતી. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં તેમની વચ્ચે ઈ મેઈલ પર ચેટિંગ થયુ હતુ અને તેમાં ડો.ફૌસીની ડો.ગાઉ સાથેની વાતચીતનો ટોન ઘણો મિત્રતાપૂર્ણ હોવાનુ જાેવા મળી રહ્યુ છે. ગયા વર્ષે ચીનના નિષ્ણાતે ચેતવણી આપી હતી