Western Times News

Gujarati News

યુએસમાં બાળકોમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો

Files Photo

વોશિંગટન: અમેરિકામાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટને કારણે સંક્રમણના કેસમાં મોટો ઉછાળ જાેવા મળી રહ્યો છે અને ઝડપથી બાળકો ઝપેટમાં આવી રહ્યાં છે. આ કારણે અમેરિકાની હોસ્પિટલોમાં દાખલ કોવિડ-૧૯થી સંક્રમિત બાળકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. નિષ્ણાંતો પ્રમાણે આ ડેલ્ટા વેરિએન્ટને કારણે થઈ રહ્યું છે, કારણ કે તે આલ્ફા સ્ટ્રેનની તુલનામાં બાળકોને વધુ સંક્રમિત કરે છે. ઓછા રસીકરણ દરનો સામનો કરી રહેલા અમેરિકાના ઘણા ભાગમાં આ પ્રકૃતિ વિશેષ રૂપથી સામે આવી છે. ઓછા વેક્સિનેશનવાળા ક્ષેત્રોમાં કોવિડથી સંક્રમિત થનારા બાળકોની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં તેજી જાેવા મળી રહી છે.

ટેક્સાસ ચિલ્ડ્રન હોસ્પિટલના બાળ રોગ નિષ્ણાંત ડો. જેમ્સ વર્સાલોવિકે કહ્યુ જુલાઈની શરૂઆતથી અમે મામલાની સંખ્યામાં સતત વૃદ્ધિ જાેઈ છે અને અમે હોસ્પિટલમાં બાળકોના દાખલ થવામાં વધારો જાેયો છે. ડો. જેમ્સ વર્સાલોવિકે કહ્યુ આને અહીં ચોથી લહેર માનવામાં આવી રહી છે અને આ ડેલ્ટા વેરિએન્ટને કારણ છે. ડેલ્ટા વેરિએન્ટ અત્યાર સુધી સામે આવેલા કોવિડના બધા સ્ટ્રેનમાં સૌથી વધુ સંક્રામક છે. કોરોનાથી સંક્રમિત ૯૦ ટકાથી વધુ બાળકોમાં ડેલ્ટા વેરિએન્ટ જાેવા મળ્યો છે. ડોક્ટરે કહ્યુ હકીકતમાં ૧૨ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે અત્યાર સુધી વેક્સિન નથી. ૧૨ વર્ષ કે તેનાથી વધુ ઉંમરના બાળકોને વેક્સિન લગાવવામાં આવી રહી છે,

પરંતુ હજુ સુધી અનેકને રસી લગાવવામાં આવી નથી. હજુ પણ આ ક્ષેત્રમાં ૫૦ ટકાથી પણ ઓછા યુવા છે, જેને સંપૂર્ણ રીતે વેક્સીનેટ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે અમેરિકામાં ફાઇઝરની કોરોના વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ તે ૧૨થી ૧૭ વર્ષના બાળકોને લગાવવામાં આવી રહી છે. ફાઇઝરે માર્ચમાં આંકડા જારી કરી જણાવ્યું હતું કે ૧૨થી ૧૫ વર્ષના ૨૨૬૦ વોલેન્ટિયર્સને આ વેક્સિન આપવામાં આવી, ત્યારબાદ કોઈ બાળકમાં કોરોના કેસ સામે આવ્યો નથી. તેમણે તે વાતનો દાવો કર્યો હતો કે તેની વેક્સિન બાળકો પર ૧૦૦ ટકા અસરકારક છે. વિશ્લેષણ અનુસાર ફ્લોરિડાએ સતત આઠ દિવસ સુધી બાળકોના હોસ્પિટલમાં દાખલ થવાનો રેકોર્ડ બનાવ્યો. આ ત્યારે થઈ રહ્યું છે જ્યારે ટેક્સાસ અને ફ્લોરિડામાં મોટાભાગના વિદ્યાર્થીઓ આ મહિને સ્કૂલમાં પરત જવાના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.