યુએસ કોંગ્રેસમાં મહિલાઓની રેકોર્ડ સંખ્યા નોંધાઇ
વોશિંગ્ટન, અમેરિકામાં રાષ્ટ્રપતિ ચુંટણી માટે મતોની ગણતરી જારી છે મતોની ગણતરીમાં ડેમોક્રેટિક પાર્ટીના જાે બ્રિડેન ડોનાલ્ડ ટ્રંપથી આગળ ચાલી રહ્યાં છે અમેરિકાના અનેક રાજયોમાંથી પરિણામ આવી ચુકયા છે. આગામી યુએસ કોંગ્રેસમાં મહિલાઓની રેકોર્ડ સંખ્યા નોંધાઇ છે. રટગર્સ યુનિવર્સિટીના સેંટર ફોર અમેરિકન વુમેન એન્ડ પોલિટિકસ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર અણેરિકામાં મહિલાઓની રાજનીતિક ભાગીદારી વધશે રિપોર્ટ અનુસાર ઓછામાં ઓછી ૧૩૧ મહિલાઓએ જીત નોંધાવી છે. તેમાં ૧૦૦ ડેમોક્રેટ અને ૩૧ મહિલાઓએ રિપબ્લિકન પાર્ટીથી જીત હાંસલ કરી છે આ તમામ મહિલાઓ ૧૧૭મી યુએસ કોંગ્રેસમાં કામ કરશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષ મહિલાઓની ભાગીદારી વધશે રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૯માં ૧૨૭ મહિલાઓએ યુએસ કોંગ્રેસમાં કાર્ય કરવાનું શરૂ કર્યું હતું હવે યુએસ કોંગ્રેસમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે.અત્યાર સુધી ૮૩ ડેમોક્રેટિક અને ૨૩ રિપલ્બિકન સહિત ૧૦૬ મહિલા ઉમેદવારોએ હાઉસ ઓફ રિપ્રેજેંટેટિવમાં સરસાઇ હાંસલ કરી છે. તેમાંથી ૧૦૨ મહિલાઓ વર્તમાન કોંગ્રેસ માટે ચુંટાઇ આવી છે જાે કે આ આંકડા બદલાશે કારણ કે હજુ મતોની ગણતરી જારી છે.જાે કે તેમાં વધારે ફેરફારની આશા નહીંવત છે.HS