યુએસ ગુપ્ત એજન્સીનો દાવો,પુતિને આપી દીધા છે હુમલાનાં આદેશ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/02/Putin.jpg)
વોશિંગટન, રશિયા અને યૂક્રેનમાં જે પ્રકારનો માહોલ છે તે વચ્ચે અમેરિકન ગુપ્ત એજન્સીએ નવી ચેતવણી જાહેર કરી છે. અમેરિકા ગુપ્ત વિભાગનાં સૂત્રોએ દાવો કર્યો છે કે, રશિયા ટેંક યૂક્રેન તરફ આગળ વધી રહી છે. આ સૂત્રો અનુસાર, રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયન દળને યૂક્રેન પર હુમલો કરવાનાં આદેશ આપ્યાં છે. હવે હુમલાની અંતિમ યોજના પર કામ ચાલી રહ્યું છે.
ન્યૂયોર્ક પોસ્ટની રિપોર્ટ અનુસાર, અમેરિકાની ગુપ્ત એજન્સીનાં સૂત્રોએ દાવો કર્યો છે કે, યૂક્રેન પર સીધો હુમલો કરતાં પહેલાં રશિયા સાઇબર અટેક કરશે. અંતમાં જમીની ટુકડિઓ યુક્રેનનાં શહેરો પર કબ્જાે કરશે. રશિયાની અગ્રિમ પંક્તિની સેનાનાં વાહનો, ટેંક પર પેન્ટથી ઝેડ અક્ષર બનાવી રહ્યાં છે.
જેથી આ ટેંક યૂક્રેન સીમા તરફ આગળ વધતી નજર આવી શકે. અમેરિકન ઇન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર, યૂક્રેનની પાસે ખડકાયેલાં ૧.૫૦ લાખ રશિયન સૈનિકોમાં ૪૦%થી ૫૦% જલદી જ ફૂલ સ્કેલ વોર શરૂ કરી શકે છે. અધિકારીઓનું કહેવું છે કે, રશિયન બોર્ડર લાઇન પર હુમલો કરી યૂક્રેનને યુદ્ધ માટે ઉક્સાવી રહી છે. જાેકે હવે તેમનાં આગલાં પગલાં અંગે કોઇ જ પુખતા જાણકારી નથી.
યૂક્રેન વિશ્લેષકોનો દાવો છે કે, યૂક્રેનની પાસે પણ રશિયા જેવાં જ ટેંક અને વાહન છે. તેથી તેઓ તેમની સેનાને ગોળીબારથી બચાવવા સામો વાર કરીશકે છે. વાહનો પર આ ફ્રકારનાં નિશાન બનાવાની શરૂઆત પહેલાં ખાડી યુદ્ધ દરમિયાન અમેરિકા અને બ્રિટિશ સેનાઓએ કરી હતી.
ત્યારે તેમને એકબીજાને નિશાનીઓ બનાવીને બચાવવા માટે ઉંધા ફનું નિશાન બનાવ્યું હતું. અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને એક વખત ફરી રશિયા પર ફાલ્સ ફ્લેગ ઓપરેશન ચાલુ રાખવાનો આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ ચેતાવણી આપી છે કે, રશીયા તરફથી યુદ્ધનાં બહાના બનાવવા માટે ઘણી બધી પટકથાઓ રચવામાં આવી છે જેને કારણે હજુ સુધી સ્પષ્ટ નથી કે, આગામી રશિયન હુમલો કેવાં પ્રકારનો હશે.
આ વચ્ચે મોસ્કો સ્થિત અમેરિકન એમ્બેસીએ મોસ્કો, સેન્ટ પીટર્સબર્ગ સહિતનાં ઘણાં શહેરો પર હુમલાની ચેતાવણી આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યૂક્રેન સાથે ચાલુ તણાવની વચ્ચે રશિયાનાં ઘણાં શહેરોમાં શોપિંગ સેન્ટર્સ, રેલવે અને મેટ્રો સ્ટેશનો અને પબ્લિક પ્લેસ પર હુમલો થઇ શકે છે અમેરિકન એમ્બસીનાં પ્રવક્તા જેસન રેભોલ્જે સોશિયલ મીડિયા પર પ્રેસ રિલીઝ જાહેર કરતાં લખ્યું છે કે, ‘રશિયા માટે અમેરિકન મિશન તરફથી ઇમ્પોર્ટંટ સિક્યોરિટી એલર્ટ આવનારા થોડા દિવસોમાં યુદ્ધ થવાની આશંકા વચ્ચે જર્મની અને ઓસ્ટ્રિયાએ તેનાં નાગરિકોને યૂક્રેન છોડવા કહ્યું.
જર્મની વિમાન કંપની લુફ્થાંસાએ રાજધાની, કીવ અને ઓડેસા માટે ઉડાન રદ્દ કરી દીધી છે. કીવમાં નાટોનાં સંપર્ક કાર્યાલયે કહ્યું કે, અહીં કર્મચારીઓને બ્રુસેલ્સ અને પશ્ચિમી યૂક્રેન શહેર લવિવમાં સ્થાનાંતરિત કરી રહ્યાં છે. યૂક્રેન પર રશિયાના હુમલાની આશંકા વચ્ચે ભારતીય દૂતાવાસના અધિકારીઓને પોતાના પરિવારને ભારત પરત મોકલવા માટે કહેવામાં આવ્યું છે.SSS