યુકે,યુએસ,દુબઈ અને બહેરીનમાં જન્માષ્ટમીનો અલૌકિક ઉત્સવ ઉજવાશે
લંડનમાં ‘અષ્ટછાપ સખા રસપાન’નું આયોજનઃ ભજન-સંધ્યા રાસ-ગરબા |
અમદાવાદ : ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ યુકે.,યુએસએ બાહરેન સહીત અનેક વૈષ્ણવ હવેલીઓમાં પણ આનંદ ઉલ્લાસપૂર્વક જન્માષ્ટમીના ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
પુષ્ટિ પરીવાર યુ.કે.ના તત્વાધાનમાં તા.૧૭થી ર૩ ઓગષ્ટ સુધી વૈષ્ણવાચાર્ય યદુનાથજી મહોદયની અધ્યક્ષતામાં અષ્ટછાપ સખા રસપાન ચરીતનુંઆયોજન ભવ્યતાપૂર્વક કરાયું છે. જેમાં પુષ્ટિમાર્ગમાં વેદતુલ્ય મનાતા અષ્ટસખાની વાણીમાં એમના કીર્તનથી પ્રભુ જાગે, એમના કીર્તનથી પ્રભુ પોઢે એમના કીર્તનથી તેઓના દિવય જીવનચરીત્રનું રસપાન કરાવવામાં આવશે.
યુ.કે. ખાતે સૌ પ્રથમવાર થઈ રહેલાં આયોજનથી વૈષ્ણવોમાં અનેરો ઉત્સાહ જાવા મળી રહયો છે. જન્માષ્ટમીના ઉત્સવના ઉપલક્ષ્યમાં અનેરો આનંદ પામી ધન્યતા અનુભવી રહયાં છે. જન્માષ્ટમી મહોત્સવની સંધ્યાએ અહીની જે.એસ.એ. સ્કુલના સભાગૃહમાં જન્માષ્ટમીનો અલૌકિક ઉત્સવ ઉજવાયો જેમાં પાઠશાળાના ભજન સંધ્યા, રાસ ગરબા પ્રસ્તુત કરાશે. જયારે પ્રભુને પંચામૃત સ્નાન અને ભવય નંદ મહોત્સવ ઉજવાશે.
યદુનાથજી મહોદયે જણાવ્યું કે જન્માષ્ટમીના દિવસે પ્રભુના પ્રાગટયની ઉજવણી થાય છે. આપણાં ઘરે બાળકોના પ્રતીવર્ષ જન્મદીન ઉજવીએ છીએ એ રીતે આ જન્મોત્સવ નહી પ્રત્યેક જન્માષ્ટમીમાં જયારે જયારે નંદ મહોત્સવ મનાવવામાં આવે ત્યારે ત્યાં પ્રભુ સ્વયં પ્રગટે છે. એેનું પ્રમાણ પુષ્ટીમાર્ગમાં જન્માષ્ટમી નિમીત્તે ષષ્ઠી પુજા પણ કરવામાં આવે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે, પ્રભુ માત્ર દૈત્યના સંહાર માટે નહી, પરંતુ પોતાના નિજજનોના મનોરથ પૂર્ણ કરવા માટે પ્રગટે છે. ત્યાં પ્રશ્ન થાય છ કે પ્રભુદ તો દરેક ની અંદર પણ વસેલા છે તો શું અંદર રહી મનોરથ પૂર્ણ ના થઈ શકે ? ત્યારે આચાર્ય ચરણ આજ્ઞા કરે છે
જેમ કાષ્ઠમાં અગ્નિ રહેલો છે, પણ અંદર રહેલો અગ્નિ કાષ્ઠનો બાળી શકતો નથી. જયારે બહારથી અગ્નિ પ્રવીષ્ટ કરવામાં આવે ત્યારે બળે એ જ રીતે અંદર રહેલા પ્રભુ જયારે બહાર પ્રગટે, આપણી બધી ઈન્દ્રિયોના વિષય બને, નેત્રોના દર્શન કરે અને પ્રત્યેક ઈન્દ્રીયો પ્રભુનો આસ્વાદન માણે એ ક્ષણે પ્રત્યેક ઈન્દ્રીયોના આધિપતી દેવતાઓ પ્રસન્ન થઈને નાચે ત્યારે આ શરીર મન અને આત્મા ઉત્સવ મનાવે એ જ નંદમહોત્સવ છે.