યુકે શેડો કેબિનેટ લીડર શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરીની મુલાકાતે

અમદાવાદ, યુકેની લેબર પાર્ટીના નેતા સર કીર સ્ટારમેર કેસીબી ક્યૂસી સાંસદ શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરીની મુલાકાતે આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજને શ્રદ્ધાંજલિ આપવા માટે પધાર્યા હતાં. આચાર્ય સ્વામીશ્રી મહારાજે જુલાઈ ૨૦૨૦ માં મનુષ્યલીલા સંકેલી લીધી .
સર કીર એપ્રિલ ૨૦૨૦ માં લેબર પાર્ટી લીડર બન્યા ત્યારબાદ હિન્દુ મંદિર, શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરીની મુલાકાત લીધી હતી. ગત વર્ષે આચાર્ય સ્વામીશ્રી મહારાજના શ્રદ્ધાંજલિ પર હાર્દિક શોક પત્ર લખીને, સર કીર રૂબરૂમાં શ્રદ્ધાંજલિ આપવા અને પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજનાં આશીર્વાદ મેળવવા માટે વહેલી તકે મંદિરે પાછા જવા માટે ઉત્સુક હતા.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ સ્મૃતિ સત્રની ઉજવણી કરે છે અને આ ભાવનાથી જ સર કીર શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરીની મુલાકાત લીધી હતી. મંદિરની વિશાળ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે સાંભળીને તેઓ ખુબ જ પ્રભાવિત, આનંદિત અને આભારી બન્યા, જેમાં સારા કાર્યો માટે ભંડોળ ઊભું કરવાનો સમાવેશ થાય છે, નિયમિત રક્તદાન સત્રો યોજવામાં આવે છે અને તાજેતરમાં જ, વિશ્વનું પ્રથમ હિન્દુ મંદિરમાં covid-૧૯ વેક્સિનેશન કેન્દ્ર ખોલ્યું છે.
તેમની મુલાકાત દરમિયાન, સર કીર પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજને પૂજન અને પુષ્પમાળા અર્પણ કરી, અને સ્વામીશ્રીએ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમુદાયોમાં વિશ્વના પ્રથમ ઇકો-મંદિર તરીકે શ્રી સ્વામિનારાયણ મંદિરની સ્થાપના ‘સમુદાયને પ્રેરણા આપવા’ ના મિશન સહિતની અને સામાજિક પ્રવૃત્તિઓ અંગે ખૂબ જ બિરદાવી હતી.
કોવિડ વેક્સિન વિશે જે ખોટી અફવાઓને દૂર કરવાના મંદિરે કરેલા પ્રયત્નો વિશે સાંભળીને, જેણે બીએએમએ (અશ્વેત, એશિયન અને લઘુમતી વંશીય) સમુદાયમાં અનીચ્છા પેદા કરી હતી અને રાષ્ટ્રીય રસીકરણના પ્રયત્નોને સફળ બનાવવા માટે પ્રયત્નશીલ છે. સર કીર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજને વ્યક્તિગત રૂપે આભાર માનવા માટે જ મંદિરમાં પધાર્યા હતાં.
પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે, જેમણે પોતે હાલમાં જ વેક્સિન લીધી હતી, તેમણે વિશ્વવ્યાપી હિન્દુ સમુદાયને એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે, “રોગને ફેલાતો અટકાવવા માટે અને મૃત્યુની સંખ્યા ઘટાડવા માટે, વેક્સિન લેવી જરૂરી છે. પોતાને બચાવવા માટે COVID-૧૯ ની વેક્સિન લેવી જરૂરી છે, જેથી આખું વિશ્વ સ્વસ્થ રહે. ”
સર કીરની સાથે સ્થાનિક સાંસદસભ્ય, બેરી ગાર્ડિનર પણ તેમની સાથે આવ્યા હતા અને તાજેતરમાં અનેક નામાંકિત લોકોએ આ મંદિરની મુલાકાત લીધી હતી. ગત મહિને લંડનના મેયર સાદિક ખાને મુલાકાત લીધી હતી, જે દરમિયાન તેમણે મંદિરની સેવાકીય પ્રવૃતિઓની પ્રશંસા કરી હતી.
મેયરે ખાસ જણાવ્યું કે, “આ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા કરેલા આશ્ચર્યજનક કાર્યો દ્વારા તમે હિન્દુઓ છો કે નહિ , તેમને આશ્વાસન આપવા સંબંધમાં તમે જે કર્યું છે તેના માટે હું ખાસ કરીને આભાર માનું છું. હું અહીં ખ્રિસ્તીઓને મળ્યો છું, હું મુસ્લિમોને મળ્યો છું, બીજા ઘણા લોકો અહીં છે, જે કોઈ ખાસ શ્રદ્ધા ધરાવતા નથી. તેમ છતાં આ શ્રી સ્વામિનારાયણ મંદિરની શક્તિ પોતાના માટે અનુભવી રહ્યા છે. ”