માલપુર CRC તરીકે ફરજ બજાવતા શિક્ષિકા લીલા બહેન, કારને હરતી ફરતી શાળા બનાવી
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: કોરોના મહામારીમાં ઘણું બધુ બદલાયું છે શાળાઓ ભલે બંધ હોય, પણ શિક્ષકોને પણ કંઇક નવું કરવાની તક મળી છે અને શિક્ષકોએ પણ આપત્તિને અવસરમાં ફેરવી વિદ્યાર્થીઓને ઓનલાઈન અને વિદ્યાર્થીઓના ઘરે ઘરે પહોંચી શિક્ષણના પાઠ ભણાવી રહ્યા છે
ત્યારે માલપુરના ક્લસ્ટર રિસોર્સ કો-ઓર્ડીનેટર CRC તરીકે ફરજ બજાવતા લીલા બહેને એક અનોખી પહેલ કરી કારને હરતી ફરતી શાળામાં ફેરવી દઈ બાળકોના ઘરે ઘરે અભ્યાસ થી કોઈ બાળક વંચીત રહી ન જાય તે માટે કાર સાથે પહોંચી અભ્યાસ કરાવી “શિક્ષક કભી સાધારણ નહીં હોતા” ની યુક્તિને સાર્થક કરી રહ્યા છે
કોરોના ના સમયમાં શાળાઓ બંધ છે ત્યારે સરકારી શાળાઓના શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરે જઇ અભ્યાસ કરાવી રહ્યા છે. જોકે બધા શિક્ષકો કરતા કઇંક વિશેષ અરવલ્લીના માલપુરમાં ક્લસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટર તરીકે ની ફરજ બજાવી રહેલ શિક્ષીકા લીલાબહેન વિઝીટ ડાયરી મુજબ અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોના ઘરે કાર લઇને પહોંચી જાય છે અને બાળકોને અભ્યાસ કરાવી, ઘર આંગણે શાળા જેવુ વાતાવરણ પુરૂ પાડે છે.
શિક્ષિકા રોજ સવારે પોતાની કારમાં પ્રજ્ઞા કિટ લઇ માલપુરના સાતરડા સહિતના જુદા જુદા વિસ્તારોમાં જઇ બાળકોને વિવિધ પ્રવૃતિઓ દ્રારા અભ્યાસ કરાવે છે. પોતાના કર્મ પ્રત્યે ની નિષ્ઠા ને લઇ તેમણે પોતાના કોઠાસુઝ થી બાળકો ને સરળ રીતે સમજાવી ને અભ્યાસ કરાવી શકાય તે માટે એક કીટ તૈયાર કરી છે . જેમાં બળકો માટે ની વિવિઘ વસ્તુઓ સાથે પેન્સીલ,ઇરેસર,શાર્પનર, નોટબુક વિગેર હોય છે.
લીલાબેનનું માનવું છે કે, કોઇ પણ કાર્ય પ્રત્યે સમર્પણ અને અવિરત પ્રતિબદ્ધતાનો ભાવ હોય તો જ તે કાર્ય ન્યાય ને આપી શકાય છે. જેથી કોરોના ના સમયમાં જ્યારે કામચલાઉ શાળાઓ શરૂ કરવાની વાત સામે આવી ત્યારે તેઓએ માત્ર પંદર દિવસમાં પ્રજ્ઞા કીટ તૈયાર કરી હતી. લીલાબેન પ્રવૃતિ દ્રારા જ્ઞાન એટલે કે પ્રજ્ઞા કાર્ય માં નિષ્ણાંત છે અને રાજ્યકક્ષાના તજજ્ઞ છે. તેઓ ને હમંશા કંઇક નવુ કરવાનો શોખ છે. લીલાબેનના આ કાર્યથી બાળકોમાં પણ ઉત્સાહ રહે છે..
સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા હોય છે,, ત્યારે વાલીઓ તેમના બાળકોના અભ્યાસ પ્રત્યે જાગૃત હોતા નથી ત્યારે “એક શિક્ષક સો માતાની ગરજ સારી શકે છે “ તે ઉક્તિને લીલાબેન સાર્થક કરી રહ્યા છે.