યુક્રેનઃ નવજાત બાળકોને હોસ્પિ.માંથી સુરક્ષિત જગ્યા પર લઈ જવાયા

નવી દિલ્હી, રશિયાએ યુક્રેન પર હુમલો કરીને તેના શહેરો પર કબજાે કરવાનું શરુ કરી દીધું છે. આવામાં ધડકાના કારણે યુક્રેન ધ્રૂજી રહ્યું છે.
આ સ્થિતિમાં હોસ્પિટલોમાં દાખલ લોકોની હાલત કફોડી બની ગઈ છે. યુક્રેનની હોસ્પિટલમાં દાખલ નવજાત બાળકોને તાત્કાલિક બોમ્બ શેલ્ટમાં લઈ જવામાં આવી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખે યુક્રેન સામે હુમલાના આદેશ આપતા જણાવ્યું કે મિલિટરી ઓપરેશન સિવાય તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો. રશિયાએ ભરેલા પગલાના કારણે તેના પોતાના દેશમાં પણ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.
જેમાં મોટી સંખ્યામાં નાગરિકોને ધરપકડ કરવામાં આવી છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં કેટલાક નવજાત બાળકો જાેઈ શકાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બાળકો યુક્રેનની ચિલ્ડ્રન હોસ્પિટલના છે અને તેમને રશિયએ કરેલા હુમલા બાદ બોમ્બ શેલ્ટરમાં છૂપાવવામાં આવ્યા છે. યુક્રેનમાં રશિયાએ કરેલા હુમલામાં અત્યાર સુધીમાં ૧૩૭ લોકોના મોત થઈ ગયા છે.
આ વીડિયોમાં દેખાય છે કે એક નાનકડા રૂમમાં એક સાથે ઘણાં બાળકોને રાખવામાં આવ્યા છે. આ બાળકોમાંથી કેટલાકની સારવાર પણ કરવામાં આવી રહી છે. એવી વિગતો પણ આપવામાં આવી છે કે તાજા જન્મેલા બાળકોને યુક્રેનના પશ્ચિમ ભાગમાં આવેલા નિપ્રોની દ્ગૈંઝ્રેં થી ગુરુવારે નીચાણમાં આવેલા બોમ્બ શેલ્ટરમાં લઈ જવામાં આવ્યા હતા.
યુક્રેનની દક્ષિણની સરહદ કે જે રશિયા સાથે નથી મળતી ત્યાં પણ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેન બોર્ડર ગાર્ડ સર્વિસે જણાવ્યું છે કે એક મિસાઈલે યુક્રેનની દક્ષિણભાગની બોર્ડર પોસ્ટને નિશાન બનાવી છે. જેમાં કેટલાક સૈનિકોના મોત થયા છે અને કેટલાક ઘાયલ થયા છે.
યુક્રેનની દક્ષિણની સરહદ રશિયા સાથે જાેડાયેલી ના હોવા છતાં રશિયાએ તેને નિશાન બનાવી છે. ગુરુવારે રાત્રે યુક્રેનની રાજધાની કીવની નજીક પહોંચ્યા બાદ રશિયાની સેના હવે ત્યાંથી આગળ વધી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે રશિયાના સૈનિકો ગમે ત્યારે કીવમાં ઘૂસી શકે છે.
જ્યારે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ જેલેન્સ્કીએ કહ્યું કે હું અને મારો પરિવાર કિવમાં જ રહીશું. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડિમિર જેલેન્સ્કિને શુક્રવારે કહ્યું કે, જાણકારી પ્રમાણે દુશ્મનનો પહેલો ટાર્ગેટ હું અને મારો પરિવાર. તેઓ યુક્રેનની સરકારને પાડીને દેશને રાજકીય રીતે બરબાદ કરવા માગે છે. જેલેન્સ્કિએ કહ્યું કે હું રાજધાની કીવમાં જ રહીશ. મારો પરિવાર અને બાળકો યુક્રેનમાં જ છે.SSS