યુક્રેનથી પરત આવેલી વિદ્યાર્થિનીના પરિવારે પીએમ અને સીએમ રિલિફ ફંડમાં 31000 રુપિયા ડોનેટ કર્યા

કીવ, યુક્રેનમાં યુધ્ધ શરુ થયા બાદ ત્યાં ફસાયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓેને સરકાર પરત લાવી ચુકી છે.
આ પૈકીની એક વિદ્યાર્થિનીના પરિવારજનોએ સરકારનો આભાર માનવા માટે પીએમ અને સીએમ રિલિફ ફંડમાં 31000 રુપિયાનુ યોગદાન આપ્યુ હતુ.
યુપીના હમીરપુરના પરિવારની વિદ્યાર્થિની ચરનિવિત્સી શહેરમાં મેડિકલનો અભ્યાસ કરતી હતી.જોકે યુક્રેન અને વચ્ચેના યુધ્ધ બાદ તે બોર્ડર ક્રોસ કરીને રોમાનિયા પહોંચી હતી.એ પછી સરકારે કરેલી વ્યવસ્થાના ભાગરુપે વિમાનમાં બેસીને તે પરત આવી હતી.
વિદ્યાર્થિની અંકિતા ઠાકુરનુ કહેવુ છે કે, મને રોમાનિયામાં બસની મુસાફરીનો કે એ પછી ભારત પાછા આવવા માટે પ્લેનની મુસાફરીનો એક પણ રુપિયો ખર્ચ કરવો પડ્યો નથી.હમીરપુર પાછા આવવા માટે પણ મેં ભાડુ આપ્યુ નથી.આ માટે હુ સરકારની આભારી છું.
અંકિતાના પિતાએ કહ્યુ હતુ કે, પુત્રીના પાછા આવવાથી હું ખુંશ છે અને એટલા માટે જ મેં પીએમ અને રિલિફ ફંડમાં ડોનેશન આપ્યુ છે.સરકાર વિદ્યાર્થીઓને પાછા લાવવા પૂરા પ્રયાસ કરી રહી છે.બીજા વાલીઓએ પણ આ પ્રકારે યોગદાન આપવુ જોઈએ.