Western Times News

Gujarati News

યુક્રેનના પૂર્વ સાંસદની પત્ની ૬ જેટલાં સૂટકેસમાં પૈસા ભરી ફરાર થઈ

નવી દિલ્હી, રશિયાના આક્રમણ બાદ યુક્રેનમાંથ ૧૦ લાખ લોકોએ સ્થળાંતર કરી પાડોશી દેશોમાં શરણ લેવા મજબૂર બન્યા છે. રશિયા સાથેના યુદ્ધના કારણે યુક્રેનના અનેક નેતાઓ પણ પોતાના પરિવાર સાથે દેશ છોડીને પાડોશી દેશોમાં પહોંચી ગયા છે. પણ આ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુક્રેનના પૂર્વ સાંસદના પત્ની છ જેટલાં સુટકેસ સાથે હંગેરીની બોર્ડર ક્રોસ કરવા જતા હતા.

જાે કે, બોર્ડર પર ઉપસ્થિત સિક્યુરિટી ગાર્ડ દ્વારા સૂટકેસની તલાશી લેતાં તેઓ ચોંકી ઉઠ્‌યા હતા. કેમ કે, તમામ છ સૂટકેસમાં પૈસા ભરેલાં હતા. NEXTA મીડિયા ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર યુક્રેનના પાડોશી દેશ હંગેરીમાંથી યુક્રેનના પૂર્વ સાંસદ કોત્વીત્સ્કીની પત્ની ૨૮ મિલિયન યુએસ ડોલર (અંદાજે ૨૧૩ કરોડ રૂપિયા) અને ૧.૩ મિલિયન યુરો (અંદાજે ૧૧ કરોડ રૂપિયા) જેટલી રોકડ રકમ ભરેલાં સૂટકેસ સાથે ઝડપાઈ છે.

પૂર્વ સાંસદની પત્ની જીવ બચાવવા યુક્રેનથી ભાગી હંગેરી પહોંચી હતી. હંગેરીના તંત્ર દ્વારા કાયદા અનુસાર આ રોકડ રકમને જાહેર કરવાની ફરજ પાડી છે.

નેક્સ્ટા દ્વારા નોટોથી ભરેલાં છ સૂટકેસનો ફોટો પણ શેર કરવામાં આવ્યો છે. નેક્સ્ટા મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પૂર્વ સાંસદની પત્ની દ્વારા કરોડો રૂપિયાની રોકડ રકમને સૂટકેસમાં ભરી પોતાની ગાડીમાં મુકી દીધી હતી. અને યુક્રેનથી ભાગવા માટે તે જકારપટ્ટિયા વિસ્તારમાંથી હંગેરીની બોર્ડર ક્રોસ કરવાનો પ્રયત્ન કરી રહી હતી.

ત્યારે જ બોર્ડર પર સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા. હંગેરીના કાયદાઓ અનુસાર આ રકમને જાહેર કર્યાં બાદ જ તેઓને દેશમાં પ્રવેશ આપવામાં આવશે. જાે કે, આ સમગ્ર કિસ્સો સામે આવતાં દુનિયાભરના લોકો ચોંકી ઉઠ્‌યા હતા.

ટ્‌વીટ કરીને લોકોએ પૂર્વ સાંસદની પત્નીની આકરી ટીકાઓ કરી હતી. અનેક લોકો ટ્‌વીટ કરીને કહી રહ્યા છે કે, યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં આટલી મોટી રકમ દાન કરી શકતી હતી. બાળકોના ડાયપર્સ, દવાઓ, પાણી, ભોજન સહિતની પ્રાથમિક જરૂરિયાતો માટે આ પૈસાનો ઉપયોગ કરવામાં આવી શકતો હતો. તો એક યુઝરે પૂછ્યું કે, યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં કોઈની પાસે કેવી રીતે ૨૮ મિલિયન ડોલર કેશમાં હોઈ શકે છે?SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.