Western Times News

Gujarati News

યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે

કીવ, યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ છેડાયેલું છે. બંને દેશો વચ્ચેની સ્થિતિના લીધે દુનિયાભરમાં ટેન્શનનો માહોલ પેદા થયેલો છે. સૌની નજર અત્યારે રશિયા અને યુક્રેન પર ચોંટેલી છે. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુટિનને તો સૌ કોઈ જાણે છે. પરંતુ શું તમને ખબર છે કે, યુક્રેનના પ્રેસિડેન્ટ કોણ છે અને પહેલા શું કરતા હતા? યુક્રેનના પ્રેસિડેન્ટનું નામ વોલ્દોમીર ઝેલેન્સ્કી છે.

૨૦૧૯માં તેમણે પ્રેસિડેન્ટ તરીકે યુક્રેનની કમાન સંભાળી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે રાજકારણમાં આવતાં પહેલા તેઓ મનોરંજન જગતમાં સક્રિય હતા.

વોલ્દોમીર ઝેલેન્સ્કી એક્ટર અને કોમેડિયન રહી ચૂક્યા છે. ૧૭ વર્ષની વયે તેમણે કેવીએન નામની સ્થાનિક કોમેડી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જે બાદ થોડા સમયમાં જ તેમને યુક્રેનની ટીમ ઝપોરીઝહિયા-ક્રેવેઈ રિહ-ટ્રાન્સિટમાં પર્ફોર્મ કરવાની તક મળી હતી. આ ટીમે કેવીએનની મેજર લીગમાં પર્ફોર્મન્સ આપ્યું હતું અને ૧૯૯૭માં જીત મેળવી હતી.

એ જ વર્ષે વોલ્દોમીર ઝેલેન્સ્કીએ કેવરતાલ ૯૫ નામની ટીમ બનાવી હતી. ૧૯૯૮થી ૨૦૦૩ સુધી આ ટીમે મોટી-મોટી લીગમાં ભાગ લીધો હતો અને યુક્રેનની કેવીએન લીગ સૌથી વધુ કમાણી કરનારી ટીમ બની. આ ટીમે મોસ્કોમાં ખૂબ સમય વિતાવ્યો હતો અને પોસ્ટ સોવિયત દેશોમાં ટૂર પણ કરી હતી.

૨૦૦૩માં કેવરતાલ ૯૫એ યુક્રેનની ટીવી ચેનલ ૧ ૧ માટે ટીવી શો પ્રોડ્યુસ કરવાનું શરૂ કર્યું હતું. ૨૦૦૫માં આ ટીમે યુક્રેનની અન્ય ચેનલ ઈન્ટર સાથે કામ શરૂ કર્યું હતું. ૨૦૦૮માં તેમણે ફિચર ફિલ્મ ‘લવ ઈન ધ બિગ સિટી’માં કામ કર્યું હતું. જે બાગ આ ફિલ્મની સિક્વલ ‘લવ ઈન ધ બિગ સિટી ૨’માં પણ જાેવા મળ્યા હતા.

ફિલ્મનો ત્રીજાે ભાગ ૨૦૧૪માં આવ્યો હતો. જે બાદ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ પોતાનું એક્ટિંગ કરિયર આગળ વધાર્યું અને ‘ઓફિસ રોમેન્સ’ તેમજ ‘ઓવર ટાઈમ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. ૨૦૧૨માં તેમની ફિલ્મ ‘રઝેવેસ્કી વર્સસ નેપોલિયન’ રિલીઝ થઈ હતી. આ જ સાલમાં તેમની હિટ ફિલ્મ ‘૮ ફર્સ્‌ટ ડેટ્‌સ’ પણ આવી હતી. આ ફિલ્મની સિક્વલ ૨૦૧૫ અને ૨૦૧૬માં આવી હતી.

૨૦૧૦થી૨૦૧૨ સુધી વોલ્દોમીર ઝેલેન્સ્કી ટીવી ચેનલ ઈન્ટરના બોર્ડ મેમ્બર અને જનરલ પ્રોડ્યુસર રહ્યા હતા. ૨૦૧૪માં તેમણે યુક્રેનની મિનિસ્ટ્રી ઓફ કલ્ચરમાં રશિયાના આર્ટિસ્ટ્‌સને યુક્રેનમાં પ્રતિબંધિત કરવા સામે વિરોધ કર્યો હતો. ૨૦૧૫માં યુક્રેને રશિયાના આર્ટિસ્ટનના યુક્રેનમાં આવવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. એવામાં ૨૦૧૮માં વોલ્દોમીર ઝેલેન્સ્કીની રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘લવ ઈન ધ બિગ સિટી ૨’ને યુક્રેનમાં પ્રતિબંધિત કરાઈ હતી.

૨૦૧૫માં વોલ્દોમીર ઝેલેન્સ્કીએ સર્વન્ટ ઓફ ધ પીપલ નામના શોમાં કામ કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે, આ શોમાં વોલ્દોમીર ઝેલેન્સ્કીએ યુક્રેનના પ્રેસિડેન્ટનો રોલ કર્યો હતો. ૨૦૧૭માં આવેલી તેમની સીરીઝ સ્વાટી યુક્રેનમાં બેન થઈ હતી અને ૨૦૧૯માં તેના પરથી પ્રતિબંધ દૂર થયો હતો.

વોલ્દોમીર ઝેલેન્સ્કીએ મોટાભાગે રશિયન ભાષાના પ્રોડક્શનમાં કામ કર્યું છે. તેમની પહેલી યુક્રેન ભાષાની ફિલ્મ ‘આઈ,યુ, હી, શી’ હતી. આ ફિલ્મની સ્ક્રિપ્ટને પહેલા યુક્રેની ભાષામાં લખવામાં આવી હતી. ત્યારબાદ એક્ટ્રેસ એજને ગ્રોડયેટ માટે રશિયન ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. પછી તેનું યુક્રેની ભાષામાં ડબિંગ થયું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.