યુક્રેનના મિલિટરી બેઝ પર રશિયન સેનાનો હુમલો ૭૦થી વધુ સૈનિકોના મોત

કીવ, રશિયાના સૈન્ય હુમલામાં યુક્રેનના ૭૦ થી વધુ સૈનિકો માર્યા ગયા છે. ઓખ્તિરકામાં સ્થિત લશ્કરી થાણાને આર્ટિલરી તોપ વડે નિશાન બનાવવામાં આવ્યું હતું. ઓખ્તિરકા શહેર ખાર્કિવ અને કિવ વચ્ચે આવેલું છે. યુક્રેનના મિલિટરી બેઝ પર રશિયન સેનાનો મોટો હુમલો કર્યો હતો જેમાં યુક્રેનના ૭૦થી વધુ સૈનિકો માર્યા ગયા છે.
ઉલ્લેખનીય છે કે રશિયન સેના ઝડપથી કિવ તરફ આગળ વધી રહી છે. યુક્રેનની રાજધાની કિવ પર કબજાે કરવા માટે હવે રશિયા દ્વારા એક વિશાળ સૈન્ય કાફલો મોકલવામાં આવ્યો છે.
રશિયાનો ૪૦ માઈલ (૬૪-કિલોમીટર) લાંબો કાફલો કિવ તરફ આગળ વધી રહ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે છઠ્ઠા દિવસમાં પ્રવેશી ગયું છે. રશિયન સેના યુક્રેનની રાજધાની કિવ પર બોમ્બમારો કરી રહી છે, જ્યારે ખાર્કિવમાં સંઘર્ષ ચાલુ છે. આ બધાની વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આ મુદ્દે ફરી એક બેઠક બોલાવી છે. એક તરફ યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી તરફ બંને દેશો વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ છે.SSS