યુક્રેનના મુદ્દેે અમેરીકાની નીતિ સામે સવાલ
‘આત્મનિર્ભર ભારત’ દેશને વેૈશ્વિક કક્ષાએ મજબુત બનાવશેઃ તટસ્થ ભૂમિકા ભારત માટે ઉત્તમ માર્ગ
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, યુક્રેન-રશિયા વચ્ચે ભયંકર યુધ્ધ ચાલી રહ્યુ છે. અમેરીકા સહિતના નાટો દેશોએ યુક્રેનને ગ્રાઉન્ડ પર સપોર્ટ કર્યો નથી. માત્ર રશીયા પર આર્થિક પ્રતિબંધો લાદીને નાટો દેશોએ મન મનાવી લીધુ છે.
પરિસ્થિતિ એ આવી છે કે રશિયા જેવી મહાસત્તા સામે યુક્રેન એકલુ અટુલુ પડી ગયુ છે. યુક્રેન પાસે લશ્કરી તાકાત અને શસ્ત્રો હોવા છતાં રશિયાની જંગી લશ્કરી તાકાત સામે ટ્કવુ મુશ્કેલ બન્યુ છે. જાે કે યુક્રેનની સ્થિતિ જાેઈને બીજા દેશોને પણ અહેસાસ થવા લાગ્યો છે કે મહાસત્તાઓ પર કેટલો વિશ્વાસ રાખી શકાય?? ભારતની નેતાગીરીએ આમાંથી બોધપાઠ લેવાની જરૂર છેે ખરી!!.
અલબત ભારત એક શાંતિપ્રિય દેશ છે અને તેનુ વિશ્વના દેશો માન રાખે છેે એટલે જ યુક્રેનના રાષ્ટ્રપતિએ યુધ્ધને રોકવા રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને વાતચીત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી. જેના અનુસંધાને વડાપ્રધાને વાતચીત પણ કરી હતી. સવારલ એ છે કે ભારતે પણ હવે પોતાની વ્યુહ રચના બદલવી પડશે.
આંતરરાષ્ટ્રીય સ્તરે મજબુત બનવા આર્થિક અને લશ્કરી તાકાતને સુદ્રઢ કરવી પડે તેમ છે. તેથી જ વડાપ્રધાને આ દિશામાં પહેલ કરી નાંખી છે. ‘આત્મનિર્ભર ભારત’ અંતર્ગત દેશે સ્વદેશી કંપનીઓને જ પ્રાધાન્ય આપી શસ્ત્રોનું જંગી ઉત્પાદન કરવાની શરૂઆત કરી છે. આગામી વર્ષોમાં ભારત સંપૂર્ણ આત્મનિર્ભર થઈ શકે છે.
અમેરીકા અને રશિયા વચ્ચે સુપ્રેમસીને લઈને ટક્કર ચાલી રહી છે. તેમાં ટ્રેડ (વ્યાપાર) અને શસ્ત્રો મુખ્ય છે. બંન્નેની નજર યુરોપિયન કન્ટ્રી પર છે. રશિયા અંદાજે ૪૦ ટકાની આસપાસના યુરોપિયન દેશોમાં ક્રુડ-ઓઈલ સપ્લાય કરે છે. અમેરીકાની નજર તેના પર હોય એ સ્વાભાવિક છે. તાજેતરમાં જ બાઈડેને કહ્યુ હતુ કે ‘ક્રુડ ઓઈલ’ની જે પરિસ્થિતિ સર્જાય તેનાથી દુનિયાએ ગભરાવાની જરૂર નથી. તેનો મતલબ એ કે અમેરીકા પાસે જે જથ્થો હશે તે રીલિઝ કરશે?? ભારતનો અમેરીકા સાથે ટ્રેડ છે. ભારતને રશિયા સાથે વર્ષોથી સંબંધ છે. મુસીબતના સમયે રશિયા ભારતની મદદે હંમેશા આવ્યુ છે.
યુક્રેનના મામલે અમેરીકાની નીતિ સામે આંતરરાષ્ટ્રીય સ્તરે સવાલો ઉભા થય ાછે. શું જગત જમાદાર તરીકેની અમેરીકાની છબી ભૂંસાઈ જશે?? તેના સ્થાને રશિયા આવશે?? આ બધાની વચ્ચે ચીનને ભૂલવુ ન જાેઈએ. ચીનની મહાસત્તા બનવાની લાલસા છે.
સંરક્ષણ નિષ્ણાંતોના મતે ચીને તેના માટે લોંગ ટર્મ પોલીસી બનાવી છે. તેમાં તે કેટલુ સફળ થશે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ ભારતે વિશ્વગુરૂ તરીકેે પ્રસ્થાપિત થવુ હોય તો આંતરરાષ્ટ્રીય સ્તરે જે મુદ્દાઓ કે સમસ્યાઓ છે તેના ઉકેલ માટે પોતાની કુનેહ વાપરવી પડશે.
પેચીદા મુદ્દાઓના ઉકેલથી જ ભારત વિશ્વમાં ટોચનાસ્થાને પહોંચી શકે એમ છે.અત્યારની પરિસ્થિતિમાં ‘ભારતે શાંતિ’ના માર્ગ પર જ આગળ વધવુ હિતાવહ છે તેમ જણાઈ રહ્યુ છે. અને તેના માટે તટસ્થ ભૂમિકા જ ઉત્તમ માર્ગ હોવાનું કહેવાય છે.