યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી હોસ્પિટલમાં ઘાયલ સૈનિકોને મળ્યા

કીવ, રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ પોતાની સેના અને દેશના લોકોને સતત પ્રેરિત કરી રહ્યા છે. તેમનામાં દેશભક્તિની ભાવના કેળવવી. પોતાની વાણી, ટીમ લીડરની જેમ આગળથી નેતૃત્વ કરવાની ક્ષમતા વગેરેથી તે દુનિયાભરના લોકોના દિલ જીતી રહ્યા છે. તાજેતરમાં, તેણે કંઈક એવું કર્યું કે તેના દેશ અને સેનાના દિલમાં ફરી એકવાર હીરો બનીને ઉભરી આવ્યો.
હકીકતમાં, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી રશિયન હુમલામાં ઘાયલ થયેલા સૈનિકોને મળવા માટે કિવ ક્ષેત્રની એક સૈન્ય હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અહીં ઝેલેન્સકીએ યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોને “યુક્રેનના હીરો” જાહેર કર્યા.
યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે ઝેલેન્સકીની હોસ્પિટલ મુલાકાતની તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે સેલ્ફી માટે પોઝ આપતા જાેવા મળે છે. આ દરમિયાન તેણે તે જવાનોને પ્રોત્સાહિત પણ કર્યા. તેણે તેમને કહ્યું, “મિત્રો, જલ્દી સ્વસ્થ થાઓ, હું માનું છું કે તમે જે કર્યું છે તેના માટે શ્રેષ્ઠ ભેટ જીત હશે.
જાે કે, આ હોસ્પિટલ ક્યાંની છે તેની પુષ્ટિ થઈ નથી. ઝેલેન્સ્કી હોસ્પિટલ જતા કેટલાક વીડિયો પણ વાયરલ થયા હતા
ઝેલેન્સકીના આ પગલાને જાેઈને, લોકો સોશિયલ મીડિયા પર તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી કે, “આ નેતૃત્વ શ્રેષ્ઠ છે.” જ્યારે એક અમેરિકન યુઝરે લખ્યું કે, “કાશ અમારી પાસે તેમના જેવા રાષ્ટ્રપતિ હોત.”HS