યુક્રેનના સૈનિકોએ શરણાગતિ સ્વીકારી, હથિયારો નીચે મુક્યાં રશિયાનો દાવો

મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી છે. રશિયાએ યુક્રેનના વિવિધ શહેરો પર મિસાઈલો વડે હુમલા શરૂ કરી દીધા છે. તો બીજી તરફ પુતિને એમ પણ કહ્યું કે યુક્રેન-રશિયા યુદ્ધ ટાળી શકાય નહીં. વ્લાદિમીર પુતિન તરફથી કહેવામાં આવ્યું છે કે રશિયા વિશેષ સૈન્ય અભિયાન શરૂ કરી રહ્યું છે. તેનો ધ્યેય યુક્રેનને બિનલશ્કરીકરણ કરવાનો છે.
રશિયાના હુમલા પછી યુક્રેનના લોકોમાં રાજધાની કીવ છોડવા માટે ભાગદોડ મચી ગઈ ચે. આ કારણે કીવના માર્ગો પર ભારે જામ લાગ્યો છે. આ વચ્ચે યુક્રેનના સેન્ટ્રલ બેન્કના ગવર્નરે જણાવ્યું કે તેઓ કેશ લિમિટ સેટ કરી રહ્યા છે ત્યાર પછી તેઓ પોતાના એકાઉન્ટમાંથી એક દિવસમાં ૧૦૦,૦૦૦ કાઢી શકશે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યાં છે કે યુક્રેનના અમુક સ્થળોએ યુક્રેને હથિયારો ત્યજી દીધા છે. સૈનિકોએ પાસે શસ્ત્ર-સરંજામ ખૂટી પડતા અને સામે પક્ષે રશિયા તરફથી ભારે લડત મળતા અમુક શહેરોમાં યુક્રેન સેનાએ શરણાગતિ સ્વીકારી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રશિયાએ વહેલી સવારે હવાઈ હુમલા કર્યા બાદ ભારતીય સમયાનુસાર બપોરે બેલારૂસના સૈનિકો સાથે યુક્રેનની સરહદ ઓળંગીને બે શહેરો પર કબ્જાે જમાવતા અંતે યુક્રેન સૈનિકોએ પીછેહડ કરવી પડી છે.
ભારત સરકારે યુક્રેન ખાતે અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા વિશેષ વિમાનની વ્યવસ્થા કરી છે. જાેકે યુક્રેનમાં ભણતાં ભારતીય વિદ્યાર્થીઓ ૧૦૦ ટકા હાજરીના નિયમને લઈ મૂંઝવણ અનુભવી રહ્યા છે. વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે જાે તેઓ ભારત આવી જશે તો હાજરીનો પ્રશ્ન કઈ રીતે ઉકેલાશે.
સાથે જ અભ્યાસમાં જે ગુમાવવું પડશે તેની ભરપાઈ કેવી રીતે થઈ શકશે તેને લઈ વિદ્યાર્થીઓ દ્વારા યુક્રેન એમ્બેસીમાં રજૂઆત કરવામાં આવી છે. યુક્રેન-રશિયા વચ્ચેના સંઘર્ષના કારણે અનેક કોલેજ દ્વારા ૧૫ દિવસની રજા જાહેર કરવામાં આવી છે પરંતુ એટલા દિવસ માટે ૧ લાખ રૂપિયાનો ખર્ચો કરીને યુક્રેન પરત ફરવું મોંઘુ પડે માટે સમસ્યા જણાઈ રહી છે.
યુક્રેનની રાજધાની કીવર ક્રુઝ અને્ બેલાસ્ટિક મિસાઈલ્સથી રશિયા હુમલો કરી રહ્યુ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે યુક્રેનના સૌથી ધનિક વ્યક્તિ રિનત અખ્મેતોવને બંને બાજુથી ફટકો પડી રહ્યો છે. યુક્રેનના સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે અખ્મેતોવના લુહાન્સકા ટીપીપી પ્લાન્ટ પર રશિયન સેના ભારે ગોળાબારી કરી રહી છે.જેના પગલે પ્લાન્ટમાં આગ લાગી છે.
કોમ્યુનિકેશન ટ્રાન્સફોર્મરને નુકસાન થયુ છે.ઓકિસજન યુનિટ અને બીજા બે યુનિટ પ ક્ષતિગ્રસ્ત થયા છે.આ પ્લાન્ટ પર હુમલાના કારણે ઘણા વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાયો છે.જેનાથી અંધારપટ જાેવા મળીરહ્યો છે.
આ પ્લાન્ટ ડી ટેક એનર્જી કંપનીનો છે.જેના માલિક રિનત અખ્મેતોવ છે.આ પ્લાન્ટથી આખા લુહાન્સ્ક વિસ્તારમાં થર્મલ પાવરથી વીજળી બનાવીને સપ્લાય કરવામાં આવી છે.ડીટેક એનર્જી યુક્રેનની સૌથી મોટી એનર્જી કંપની છે.જે પવન તેમજ સૌર ઉર્જાની સાથે થર્મલ પાવર પ્લાન્ટ ચલાવે છે.
વીજ પૂરવઠો ખોરવાયા બાદ કાતિલ ઠંડીમાં યુક્રેનના લોકો ઠુંઠવાઈ રહ્યા છે.બીજી તરફ અખ્મેતોવને આ હુમલાથી કરોડો રુપિયાનુ નુકસાન થયુ છે. અખ્મેતોવ દુનિયાના ધનિકોના લિસ્ટમાં હાલમાં ૨૨૯મા સ્થાને છે.જાેકે ૨૨ દિવસમાં તેમની સંપત્તિ ૮૬૪ મિલિયન ડોલર ઘટી છે.સ્થાનિક મિડિયાના કહેવા પ્રમાણે હાલના યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે અખ્મેતોવના સબંધો સારા નથી.
રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ તો ગયા વર્ષે આરોપ મુકયો હતો કે, અખ્મેતોવ રશિયા સાથે મળીને યુક્રેનમાં સત્તા પલટો કરવા માંગે છે.આ માટે એક અબજ ડોલરમાં સોદો થયો છે.જાેકે અખ્મેતોવે આરોપ ફગાવી દીધા હતા.HS