યુક્રેનના હેલિકોપ્ટરોએ રશિયાની અંદર ઘૂસી ઓઈલ ડેપો ઉડાવ્યો

કિવ, રશિયા દ્વારા દાવો કરાયો છે કે, યુક્રેનના હેલિકોપ્ટરોએ રશિયાની અંદર ઘૂસીને ઓઈલ ડેપો નષ્ટ કરી દીધો છે. જે બાદ રશિયાએ યુક્રેનને ધમકી આપતાં કહ્યું હતું કે, આ હુમલા બાદ તેઓ શાંતિ વાર્તા બંધ કરી શકે છે.
Belgorodના ગવર્નર Vyacheslav Gladkovએ કહ્યું કે, યુક્રેનના બે મિલિટ્રી હેલિકોપ્ટર નીચા અલ્ટિટ્યુડ ઉપર ઉડાન ભરતાં બેલ્ગોરોડની અંદર ૨૫ માઈલ સુધી ઘૂસી આવ્યા હતા અને તેઓએ જી-૮ રોકેટ્સ ફાયર કરીને Roseneft depotમાં આગ લગાવી દીધી હતી, જેના કારણે વિકરાળ આગ લાગતાં ફાયર ફાયટર્સ દ્વારા હજુ પણ તેના પર કાબૂ મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રશિયાના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે, શાંતિ વાર્તા માટે આ એક સારી સ્થિતિ નથી. જાે કે, બીજી બાજુ એવી પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, શાંતિ વાર્તાથી દૂર ખસવા માટે જ રશિયા દ્વારા જ ઓઈલ ડેપોમાં આગ લગાવવામાં આવી છે.
૨૦૨૦માં પુતિને બેલ્ગોરોડના ગવર્નર તરીકે ગ્લાડકોવની નિયુક્તિ કરવામાં આવી હતી. ગ્લાડકોવે કહ્યું કે, સેકન્ડ વર્લ્ડ વોર બાદ રશિયાના ઓઈલ ડેપો ઉપર આ પ્રથમ પ્રકારની એર સ્ટ્રાઈક છે. જેમાં બે વર્કર્સને ઈજા પહોંચી છે અને શહેરના તે ભાગના લોકોનું સ્થળાંતકર કરવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયામાં હુમલાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરાયો છે કે, સ્થાનિક સમય અનુસાર સવારે ૫.૪૩ વાગ્યે આ હુમલો કરવામાં આવ્યો છે. જાે કે, એક્સપર્ટ્સ દ્વારા એવો પણ દાવો કરાયો છે કે, રશિયા દ્વારા યુક્રેનની જેવાં જ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે.
જાે કે, હજુ સુધી આ મામલે યુક્રેનની સરકાર દ્વારા કોઈપણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી. જાે આ હુમલો યુક્રેન દ્વારા કરવામાં આવ્યો હશે તો, રશિયા દ્વારા યુદ્ધની શરૂઆત બાદ રશિયાની અંદર યુક્રેનનો આ બીજાે હુમલો હશે.
ગત મહિને યુક્રેન દ્વારા મિલ્લેરોવો એરબેઝ પર લોંગ રેંજ મિસાઈલ વડે હુમલો કરવામાં આવ્યો હતો. અને આજે કરવામાં આ હુમલો પુતિન માટે એક શરમજનક બાબત હશે. જાે કે, એક રશિયન નેતા દ્વારા દાવો કરાયો હતો કે, રશિયા દ્વારા પોતાના જ શહેરો પર હુમલો કરાવીને તેની પાછળ યુક્રેનનો હાથ હોવાનું જણાવવામાં આવશે, અને ત્યારબાદ યુક્રેનમાં રશિયાની સેનાના અત્યાચારને યોગ્ય ઠેરવવા માટેનું આ ષડયંત્ર છે.
૪૬ વર્ષીય ઈલ્યા પોનોમારેવે કહ્યું કે, રશિયન સિક્યુરિટી સર્વિસ દ્વારા પોતાની જ કેમિકલ અને હથિયારની ફેક્ટરીઓ પર હુમલો કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેમાં અમુક નાગરિકોના મોત નિપજી શકે છે.SSS