યુક્રેનની આડોડાઈને લીધે શાંતિ મંત્રણામાં અવરોધ
રશિયા દ્વારા આજે પાંચમા દિવસે પણ યૂક્રેન પર હુમલા ચાલુ રાખવામાં આવ્યા છે ત્યારે બીજી બાજુ બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા થવાની શક્યતા પણ ઊભી થઈ છે અને આજે આ પ્રકારની મંત્રણા થાય છે કે નહીં તેના તરફ વિશ્વભરની નજર મંડાયેલી છે. શાંતિ મંત્રણા માં યુક્રેનની આડોડાઈ છે
અને આજે યુદ્ધના પાંચમા દિવસે ચર્ચા માટે રશિયાનું પ્રતિનિધિ મંડળ બેલારુસ પહોંચી ગયું છે અને યુક્રેનના પ્રતિનિધિ મંડળનો ઇન્તજાર છે. દરમિયાનમાં યુદ્ધના આજે પાંચમા દિવસે પણ યુક્રેન રાજધાની કીવ અને ખારકીવમા હુમલા ચાલુ રાખવામાં આવ્યા છે અને ઠેરઠેર ધડાકાના અવાજ સંભળાઈ રહ્યા છે.
દરમ્યાનમાં બન્ને દેશો વચ્ચે શાંતિ મંત્રણા કરવા માટે ઇઝરાયેલ દ્વારા મંત્રણાની ઓફર કરવામાં આવી છે અને તેનો પ્રતિનિધી મંડળ પણ પહોંચી જવા માગે છે જોકે હજુ સુધી મંત્રણાના સ્થળ અંગે કોઈ ચોખવટ કરવામાં આવી નથી અને છેલ્લા અહેવાલ મુજબ પહેલા બોર્ડર પર મંત્રણા થવાની હતી.
યુક્રેન અને કદાચ બેલારુસ બોર્ડર પર ભરોસો નથી અને એટલા માટે અન્ય કોઈ સ્થળ પર શાંતિમંત્રણા કરવાનો આગ્રહ કરે છે તહેવારો પણ આવ્યા છે અને હવે મંત્રણાના સ્થળ અંગે નવી મૂંઝવણો ઊભી થઈ છે તેમ માનવામાં આવે છે.
આજે બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા થાય છે કે નહીં તે જોવું રસપ્રદ બનશે પરંતુ અત્યાર સુધી તો યુક્રેનની આડોડાઈ ને લીધે શાંતિમંત્રણા માં અવરોધ ઊભો થયો છે.
બેલારુસ ની બોર્ડર પર બંને દેશોના પ્રતિનિધિ મંડળો વચ્ચે ચર્ચા શકે તેવી જાહેરાત થઈ હતી અને ત્યારબાદ રશિયાનું પ્રતિનિધિ મંડળ બેલારુસ બોર્ડર પર પહોંચી ગયું છે અને હવે યુક્રેનના પ્રતિનિધિ મંડળનો ઇન્તજાર કરવામાં આવી રહ્યો છે પરંતુ એવા અહેવાલો પણ આવ્યા છે કે કોઈ અન્ય સ્થળે યુકેન મંત્રણા કરવા માંગે છે.