યુક્રેનની રાજધાની કિવમાં કોઈ ભારતીય નહીંઃ વિદેશ મંત્રાલય
નવી દિલ્હી, યુક્રેનમાં સતત છઠ્ઠા દિવસે રશિયાની સેના હુમલો કરી રહી છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે સરકાર ઓપરેશન ગંગા ચલાવી રહી છે. ભારત સરકારે રશિયા અને યુક્રેનને તમામ ભારતીયોની સુરક્ષા નક્કી કરવાનું કહ્યું છે.
આ વચ્ચે વિદેશ મંત્રાલયે મંગળવારે માહિતી આપી કે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે બુખારેસ્ટ અને બુડાપેસ્ટ સિવાય આગામી ૩ દિવસમાં ૨૬ ફ્લાઇટ શેડ્યૂલ છે.
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યુ કે, આપણા દરેક નાગરિકોએ કિવ છોડી દીધુ છે. તેમણે જણાવ્યું કે અમારી પાસે જે જાણકારી છે તે પ્રમાણે કિવમાં આપણો કોઈ નાગરિક નથી. ત્યાંથી કોઈએ અમારો સંપર્ક કર્યો નથી. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે, પ્રધાનમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠકમાં નવીનના મૃત્યુ અંગે ગહન દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે, આજે ફરીથી અમે ભારતીયોની તાત્કાલિક વાપસી માટે રશિયા અને યુક્રેનના રાજદૂતો સાથે વાત કરી છે.
અત્યાર સુધીમાં ૧૨ હજાર એટલે કે લગભગ ૬૦% ભારતીયોએ યુક્રેન છોડી દીધું છે. કિવમાં હવે કોઈ ભારતીય નાગરિકો બચ્યા નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમૈનુઅલ મૈક્રોં અને યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલ સાથે ફોન પર વાત કરી છે.
બંને નેતાઓની પ્રધાનમંત્રી મોદી સાથે એવા સમયે વાતચીત થઈ જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે અને આ દરમિયાન એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયુ છે. ચાર્લ્સ મિશેલે ટ્વીટ કરીને જણાવ્યુ કે, તેમણે પીએમ મોદી સાથે વાતચીતમાં ખારકીવમાં ભારતીય વિદ્યાર્થીના મોત પર દુખ વ્યક્ત કર્યુ છે.
તેમણે કહ્યું કે, યુરોપિયન દેશ ભારતીય નાગરિકોને યુક્રેનથી કાઢવા માટે દિલથી મહેનત કરી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીએ યુરોપિયન સંસદમાં ભાષણ આપીને બધાને ચોંકાવી દીધા. સંસદમાં હાજર બધા સભ્યોએ તેમને તાળીઓની સાથે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યુ હતું.
ઝેલેન્સ્કીએ કહ્યુ- અમે અમારી જમીન અને અમારી આઝાદી માટે લડી રહ્યાં છીએ, ‘અમે અમારી જમીન અને અમારી સ્વતંત્રતા માટે લડી રહ્યા છીએ, તે હકીકત હોવા છતાં કે અમારા તમામ શહેરો હવે અવરોધિત છે. કોઈપણ અમને તોડનારૂ નથી, અમે મજબૂત છીએ, અમે યુક્રેનિયન છીએ.SSS