યુક્રેનની સેનાને શસ્ત્રો મુકી દેવાનો આદેશ આપ્યો નથી, આપણા દેશને બચાવવા લડીશું: યુક્રેનના રાષ્ટ્રપતિ
કીવ, યુક્રેનની રાજધાની કીવ પર કબ્જા માટે રશિયન આર્મી અને યુક્રેનની સેના વચ્ચે ગઈકાલે આખી રાત ભીષણ જંગ થયો હતો. જોકે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ કહ્યુ છે કે, ઈન્ટરનેટ પર બહુ ફેક જાણકારી ફેલાવવામાં આવી રહી છે.એવુ કહેવાઈ રહ્યુ છે કે, યુક્રેન પોતાની સેનાને હથિયાર મુકી દેવા માટે આદેશ આપ્યો છે પણ એવુ નથી.આ આપણી જમીન છે અને આપણો દેશ છે.આપણા બાળકો અને આપણા દેશની કોઈ પણ ભોગે રક્ષા કરીશું.
તેમણે આગળ કહ્યુ હતુ કે, આપણે મજબૂતથી ટકી રહેવાનુ છે.આ સમય જ દેશનુ ભવિષ્ય નિર્ધારિત કરી રહ્યો છે.
આ પહેલા અમેરિકાએ પણ રાષ્ટ્રપતિ જેલેન્સ્કીને યુક્રેનમાંથી બહાર કાઢવા માટે વિમાન મોકલવાની ઓફર કરી હતી.જોકે રાષ્ટ્રપતિએ આ ઓફર નકારી કાઢીને કહ્યુ હતુ કે, અમને લિફ્ટની જરુર નથી પણ હથિયારો અને દારુગોળાની જરુર છે.