યુક્રેનનો દાવો – રશિયન મેજર જનરલને ઠાર માર્યો, બેલારુસમાં ત્રીજા રાઉન્ડની વાતચીત પણ નિષ્ફળ

મોસ્કો, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો ૧૩મો દિવસ છે. યુદ્ધવિરામને લઈને બેલારુસમાં બંને દેશો વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત પણ નિરર્થક રહી છે. આમાં, લોકોને બહાર કાઢવા માટે યુક્રેનમાં માનવ કોરિડોર બનાવવા પર સહમતિ થઈ ન હતી. યુક્રેનના અલગ-અલગ ભાગોમાં યુદ્ધના કારણે સ્થિતિ વણસી રહી છે. રશિયન સૈનિકો કિવ, ખાર્કિવ સહિત અનેક શહેરો પર રોકેટ અને મિસાઈલ છોડી રહ્યા છે.
યુક્રેન પર સતત રશિયન બોમ્બ ધડાકા વચ્ચે લોકો પોતાનો જીવ બચાવવા દેશ છોડી રહ્યા છે. જેમાં બાળકોથી લઈને વૃદ્ધોથી લઈને બીમાર લોકોનો સમાવેશ થાય છે.
માર્કિવ બેકરી પર રશિયન હુમલામાં ૧૩ નાગરિકોના મોત- યુક્રેને સોમવારે કહ્યું હતું કે માર્કિવ બેકરી પર રશિયન હુમલામાં ૧૩ નાગરિકો માર્યા ગયા હતા. કિવમાં નાગરિકોને બહાર કાઢવા માટે બનાવવામાં આવેલા હ્યુમન કોરિડોર પર રશિયન હુમલામાં બે બાળકો સહિત આઠ લોકોના મોત થયા છે.
બેલારુસમાં ત્રીજા રાઉન્ડની વાતચીત પણ નિષ્ફળ ગઈ- બેલારુસમાં આયોજિત રશિયા અને યુક્રેન વચ્ચેની શાંતિ વાટાઘાટોના ત્રીજા રાઉન્ડનું કોઈ ખાસ પરિણામ આવ્યું ન હતું. રશિયન અને યુક્રેનિયન વાટાઘાટકારો નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા.
યુક્રેનિયન પ્રતિનિધિમંડળના સભ્ય, મિખાઈલો પોડોલિકે જણાવ્યું હતું કે યુક્રેનમાં માનવતાવાદી કોરિડોરની લોજિસ્ટિક્સમાં સુધારો કરવામાં સામાન્ય પ્રગતિ આવી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના કાર્યાલયના વડાના સલાહકાર પોડોલિકે જણાવ્યું હતું કે યુદ્ધવિરામ અને સુરક્ષા ગેરંટી સહિત ડીલના મુખ્ય રાજકીય બ્લોક પર ઊંડાણપૂર્વક અભિપ્રાય લેવાઇ રહ્યાં છે.
રશિયા અને યુક્રેન વચ્ચે થઇ રહેલા યુદ્ધની વચ્ચે ચીનના સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે રશિયાએ પોતાના દુશ્મનોની યાદી બનાવી છે, જેમાં અમેરિકા, જાપાન, બ્રિટન અને યુરોપિયન યુનિયનના દેશોનો સમાવેશ થાય છે. યુરોપિયન યુનિયનમાં ૨૭ દેશો છે.
દુશ્મન દેશોની આ યાદીમાં કુલ ૩૧ દેશ હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ યાદીને મંજૂરી આપી દીધી છે. ચીનનાં સરકારી મીડિયા ઝ્રય્દ્ગએ દાવો કર્યો છે કે રશિયન સરકારે દુશ્મન દેશોની યાદીને મંજૂરી આપી દીધી છે.
આ યાદીમાં યુક્રેનનું નામ પણ સામેલ છે. યુક્રેન પર હુમલો કર્યા પછી, અમેરિકા, બ્રિટન અને પશ્ચિમી દેશોએ તરત જ કાર્યવાહી કરી અને રશિયા પર ઘણા પ્રતિબંધોની જાહેરાત કરી. આનાથી નારાજ થઈને રશિયાએ દુશ્મન દેશોની યાદી બનાવી છે.HS