યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા ગુજરાતી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં

અમદાવાદ, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. આખા વિશ્વની નજર અત્યારે અહીં છે. રશિયાએ યુક્રેન પર કબજાે જમાવવાની તૈયારી શરૂ કરી ત્યારથી અમેરિકા સહિતા નાટો દેશો પણ રશિયા સામે સક્રિય થઈ ગયા છે. અમેરિકા દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે, રશિયા યુક્રેન પર આક્રમણ કરી શકે છે. અમેરિકાએ ત્યાંથી પોતાની એમ્બેસી પણ હટાવી લીધી છે.
આ સ્થિતિમાં યુક્રેનમાં અભ્યાસ કરતા લગભગ ૫૫૦૦ ગુજરાતી વિદ્યાર્થીઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે ભારત આવવા માટેની સ્પેશિયલ ફ્લાઈટ્સ શરુ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે દેશ છોડીને જવો કે નહીં તે ર્નિણય સ્થાનિક તંત્ર અને કોલેજાેએ વિદ્યાર્થીઓ પર છોડ્યો છે. વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે, ભારત પાછા આવવા માટે ફ્લાઈટની ટિકિટો ઘણી મોંઘી છે.
મેડિકલના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની અદિતિ પંડ્યા જણાવે છે કે, હોસ્ટેલ તરફથી કહેવામાં આવ્યું છે કે તમે લોકો ઈચ્છો તો દેશ છોડી શકો છો. પરંતુ કોલેજ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ૧૫ દિવસમાં ફરીથી ક્લાસ શરુ થશે માટે તમારે ક્લાસમાં હાજર રહેવું પડશે.
અદિતિ જણાવે છે કે, અમે મૂંઝવણમાં મૂકાઈ ગયા છીએ. જાે અમે ભારત પાછા આવીએ અને સ્થિતિ સામાન્ય થઈ જાય તો અમારે તાત્કાલિક પાછું આવવું પડશે. મારી યુનિવર્સિટીમાં લગભગ ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભારતીય છે અને અમે બધા રાહ જાેઈ રહ્યા છીએ.
એક અંદાજ અનુસાર યુક્રેનમાં લગભગ ૧૮૦૦૦ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, તેમાંથી ૫૫૦૦ ગુજરાતના છે. મેડિકલ ડિગ્રી મેલવા યુક્રેન ગયેલ અન્ય એક વિદ્યાર્થી જણાવે છે કે, ભારતના લોકો અત્યારે અહીં એક થઈ ગયા છે અને એકબીજાનો સાથ આપી રહ્યા છે. ઘણાં વિદ્યાર્થીઓએ ભારત જતી ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થા કરવા માટે વાતચીત પણ કરી છે.
અમે ઘરે પાછા ફરવા માટે એક સુરક્ષિત રસ્તો શોધી રહ્યા છીએ. એક વિદ્યાર્થીના પિતા યશ મહેતા જણાવે છે કે, વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ ઈચ્છે તો જઈ શકે છે. તેઓ અત્યારે દુવિધામાં મૂકાયા છે. માત્ર ભારત આવવાનું વન-વે ભાડું ૯૩૦૦૦થી લઈને ૧.૨૫ લાખ સુધી છે. પૈસા આપીને પણ ટિકિટો ઉપલબ્ધ નથી.
આ પ્રકારની સ્થિતિમાં સરાકરને વિનંતી કરીએ છીએ કે ખાસ ફ્લાઈટ શરુ કરવામાં આવે જે વિદ્યાર્થીઓને સહી સલામત ભારત લઈ આવે. આવી કટોકટીની સ્થિતિમાં સરકારે સહયોગ કરવો જરૂરી છે. અન્ય એક વિદ્યાર્થીના પિતા અરવિંદ સિન્હા જણાવે છે કે, સામાન્યપણે ટિકિટની કિંમત ૨૫,૦૦૦ જેટલી જ હોય છે, પરંતુ અત્યારે ચાલી રહેલી સ્થિતિને કારણે કિંમત ચાર ગણી વધી ગઈ છે.SSS