Ukraine – Russia યુદ્ધ વચ્ચે સર્ગેઈ શોઇગુને હાર્ટ-એટેક આવ્યો
મોસ્કો, Russia અને Ukraine વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન વ્લાદિમિર પુતિનના સંરક્ષણમંત્રી (Sergei Shoigu) સર્ગેઈ શોઇગુ છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળ્યા નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેમને હાર્ટ-એટેક આવ્યો છે.
એની પાછળનાં કારણો પણ સ્વાભાવિક રીતે જણાવાયાં નથી. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેન પર રશિયાના આક્રમણ બદલ 20 જનરલની ધરપકડ કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2012થી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના નજીકના સહયોગી શોઇગુ છેલ્લા કેટલાંક અઠવાડિયાંથી ગુમ છે. રશિયન-ઇઝરાયેલ ઉદ્યોગપતિ લિયોનીદ નેવઝલીને પણ પુતિન અને તેમના નજીકના સલાહકારો અને લશ્કરી નેતાઓ વચ્ચેના મોટા અણબનાવ અંગે સનસનાટીભર્યો દાવો કર્યો હતો.
રશિયા-યુક્રેન યુદ્ધને 51 દિવસ થઈ ગયા છે. અનેક દેશોના હસ્તક્ષેપ છતાં રશિયા અને યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ પગલાં નથી લઈ રહ્યા. આ વચ્ચે યુક્રેનનાં સશસ્ત્ર દળોની કમાને કહ્યું હતું કે રશિયન સેના, યુક્રેનના ડોનેત્સ્ક અને ખેરસોન વિસ્તારમાં હુમલાઓ કરવાની યોજના બનાવી રહી છે. તો અમેરિકા ઝેલેન્સ્કીને મળવા માટે ઉચ્ચ સ્તરીય અધિકારીઓને કિવ મોકલવા અંગે વિચાર કરી રહ્યું છે.