યુક્રેનમાં પોલેન્ડ બોર્ડર પાસે હુમલો-બોમ્બમારામાં ૯નાં મોત અને ૫૭ ઘાયલ
(એજન્સી)મારિયુપોલ, પશ્ચિમ યુક્રેનમાં આવેલા સૈન્ય પ્રશિક્ષણ ઠેકાણા પર રશિયાએ હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલામાં ઓછામાં આછા ૯ લોકોનાં મોત થયા છે અને ૫૭ અન્ય લોકો ઘાયલ થયા છે. એક સ્થાનિક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી.
રશિયાના આ હવાઈ હુમલાથી યુદ્ધ પોલેન્ડ બોર્ડર સુધી પહોંચી ચૂક્યું છે. આ પહેલાં રશિયાના એક વરિષ્ઠ રાજનયિકે ચેતવણી આપી હતી કે, વિદેશો પાસેથી યુક્રેનને મળતા શસ્ત્ર સરંજામને મોસ્કો નિશાન બનાવશે.
લવીવ પ્રાંતના ગર્વનર મક્સિમ કોજિત્સ્કાઈએ જણાવ્યું કે, રશિયાની આર્મીએ લવીવ શહેરના ઉત્તર પશ્ચિમમાં ૩૦ કિલોમીટર દૂર આવેલા યાવોરિવ સૈન્ય અડ્ડાઓ પર ઓછામાં ઓછામાં ૩૦ ક્રૂઝ મિસાઈલ છોડ્યા છે. આ સૈન્ય બેઝ પોલેન્ડ બોર્ડરથી ૩૫ કિલોમીટર દૂર યુક્રેન વિસ્તારમાં આવેલું છે.
અધિકારીઓનું કહેવું છે કે, રશિયાના સૈનિકોએ યુક્રેનના શહેર ઈવાનો-ફ્રેક્વિસ્ક સ્થિત એરપોર્ટ પર પણ ગોળીબાર કર્યો હતો.મેયર રુસ્લાન માર્ટસિંકિવિએ કહ્યું કે, આવા હુમલા કરીને રશિયા ડર અને અરાજકતા ફેલાવવા માગે છે.
યુક્રેનના ઉપ પ્રધાનમંત્રી ઈરીના વીરેશચુકે કહ્યું કે, ચાલી રહેલા યુદ્ધ વચ્ચે માનવ કોરિડોર દ્વારા ૨૪ કલાકમાં લગભઘ ૧૩,૦૦૦ નાગરિકોને નીકાળવામાં આવ્યા છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શનિવાર રાત્રે એક વિડીયો સંબોધનમાં વીરેશચુકે કહ્યું કે, લોકોને શનિવારે ૯ કોરિડોરના માધ્યમથી નીકાળવામાં આવ્યા છે.
તેઓએ કહ્યું કે, સુમીથી ૮૦૦૦ લોકોને નિકાળવામાં આવ્યા છે. જ્યારે કુલ ૩૦૦૦ લોકો ક્રાસ્નોપિલ્યા, લેબેડિન, વેલેકા પિસારિવકા અને કોનોટોપથી આગળ ચાલી રહ્યા છે. મંત્રીએ કહ્યું કે, લગભઘ ૧૦૦૦ લોકોને બુકાથી, ૬૦૦ લોકોને હોસ્ટોમેલથી અને ૧૨૬૪ લોકોને નેમિશાયેવોના યુદ્ધ ક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
વીરેશચુકના જણાવ્યા મુજબ, જાપોરિજ્જયા વિસ્તારમાં એનરગોડરથી લોકોને બહાર કાઢવા સંભવ નથી. કારણ કે રશિયાની સેનાએ છેલ્લી સમજૂતી બાદ વાસિલિવકામાં ચોકી પર માણસોને લઈ જઈ રહેલા કાર્ગોને રોકી દીધુ છે.