યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા સરકાર પ્રયત્નશીલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/Jitu1.jpg)
સુરત, રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે. યુદ્ધની જાહેરાત કરતાની સાથે જ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત ૧૧ શહેરો પર એકસાથે હુમલો કર્યો છે. યુક્રેનની રાજધાની કિવમાં જાેરદાર વિસ્ફોટના અવાજાે સંભળાઈ રહ્યા છે. લોકોમાં ડરનો માહોલ છે.
ત્યારે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા ગુજરાત સરકાર પ્રયત્નશીલ હોવાનું શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને રાજેન્દ્ર ત્રિવેદીએ એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે સરકાર પર વિદ્યાર્થીઓ ભરોસો રાખે, દૂતાવાસ વિદ્યાર્થીઓની સુરક્ષા નિશ્ચિત કરી રહ્યું છે.
યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને સરકારના મંત્રી જીતુ વાઘાણીની ખાતરી આપી છે. તેમણે એક નિવેદન આપીને જણાવ્યું છે કે, યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા સરકાર પ્રયત્નશીલ છે. આખું વિશ્વ આ પરિસ્થિતિમાં ચિંતિત છે. ગુજરાતના અઢીથી ત્રણ હજાર વિદ્યાર્થીઓ છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસ વિદ્યાર્થીઓની સુરક્ષા નિશ્ચિત કરી રહ્યું છે. વાઘાણીએ વિદ્યાર્થીઓને સરકાર પર ભરોસો રાખવા જણાવ્યું છે.
જીતુ વાઘાણીએ ઉમેર્યું હતું કે, યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને જલ્દી જ પરત લવાશે. તથા ફસાયેલા લોકો સાથે સરકાર સતત સંપર્કમાં છે. કેન્દ્ર સરકારે ભૂતકાળમાં પણ ફસાયેલા લોકોને સુરક્ષિત કર્યા છે. તેમજ ફસાયેલા લોકોને લઇને પણ સરકાર ચિંતિત છે.
ભારત સરકારે યુક્રેન માટે ૨૪ કલાકની હેલ્પલાઇન શરૂ કરી છે. દિલ્લી સ્થિત કન્ટ્રોલ રૂમના નંબર પણ જાહેર કર્યા છે. યુક્રેન સ્થિત ભારતીય દુતાવાસનો સંપર્ક પણ જાહેર કર્યો છે. ઈ મેઈલ અને ફોન મારફતે સંપર્ક કરી શકાશે. ભારત સરકારે યુક્રેન માટે ૨૪ કલાકની હેલ્પલાઇન નંબરોમાં ૯૧૧૧૨૩૦૧૨૧૧૩, ૯૧૧૧૨૩૦૧૪૧૦૪, ૯૧૧૧૨૩૦૧૭૯૦૫,૧૮૦૦૧૧૮૭૯૭ પર ઈ મેઈલ અને ફોન મારફતે સંપર્ક કરી શકાશે.SSS