યુક્રેનમાં વીજળી-પાણીના અભાવ વચ્ચે કાતિલ ઠંડીનો હાહાકાર
કિવ,યુક્રેનના કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તેની વચ્ચે આ દેશમાં ઉર્જાના સંકટના કારણે લોકો ઠુંઠવાઈ રહયા છે. લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. કેમ કે ઘરની બહાર નીકળે તો રશીયન મિસાઈલનો ભય છે. અને ઘરની અંદર વીજળી પણ નથી અને પાણી પણ નથી. યુક્રેનના પાટનગર કિવમાં બહુમાળી રહેઠાણોમાં પાણીની સપ્લાઈ બંધ થઈ છે.
વીજળી ઠપ્પ છે. આવે તો પણ થોડીવારમાં જતી રહે છે. સંકટ ફકત કિવમાં જ નથી યુકેનના તમામ મોટા શહેરોમાં આ સ્થિતી છે. યુકેનના રહેવાસીઓ જ હવે કહેવા લાગ્યા છે રશીયાના હુમલાના કારણે તેમની સ્થિતી પાષાણયુગમાં જીવતા હોય તેવી છે.
કિવની ર૬ માળની ઈમારતમાં રહેતી અનામતાસીયા નામની મહીલા કહે છે કે ર૪ કલાકમાં ફકત ૩૦ મીનીટ માટે વીજળી આવે છે. અને અમે જીવનના સૌથી ખતરનાક શિયાળા તરફ આગળ વધી રહયા છીએ.
મંગળવારે રશીયાએ યુકેનના પાવર ગ્રીડને નિશાન બનાવી મિસાઈલ એટેક કર્યો હતો. કિવમાં બરફવર્ષા શરૂ થઈ ગઈછે. એવા સંજાેગોમાં લોકોને ઠંડીથી મરતા રોકવા માટે યુક્રેેન સરકાર સામુહીીક રૂપથી હીટીગ પોઈન્ટ બનાવી રહી છે.