યુક્રેનમાં સ્થિતિ ગંભીર, રશિયાએ કર્યું પરમાણુ શક્તિનું પ્રદર્શન

નવી દિલ્હી, યુક્રેનને લઈને રશિયા અને અમેરિકા વચ્ચે વાતચીત એટલી હદે વધી ગઈ છે કે સ્થિતિ પરમાણુ યુદ્ધ સુધી પહોંચી ગઈ છે. અમેરિકાએ યુરોપમાં પરમાણુ-સક્ષમ B-૫૨ બોમ્બર જેટ તૈનાત કર્યા છે, અને તેનું સૌથી અદ્યતન સ્ટીલ્થ ફાઇટર જેટ, F-૩૫ પણ મોકલ્યું છે.
બીજી તરફ રશિયા આવતીકાલે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હાજરીમાં અત્યાર સુધીની સૌથી મોટી પરમાણુ મિસાઈલ ડ્રિલ કરવા જઈ રહ્યું છે. આ વાત પરથી અંદાજાે લગાવી શકાય છે કે સ્થિતિ કેટલી ગંભીર બની ગઈ છે. જાે કે આ યુદ્ધને રોકવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી, પરંતુ અહીં પણ રશિયા અને તેના હરીફ દેશો વચ્ચે ગરમાવો સ્પષ્ટ જાેવા મળ્યો હતો.
બીજી તરફ યુરોપના ઘણા દેશોએ પણ રશિયાને રોકવા માટે પોતાના ફાઈટર જેટ તૈનાત કર્યા છે, તો રશિયા પણ પાછળ રહ્યું નથી. તેમની નૌસેનાએ એક રીતે યુક્રેન પર હુમલાની ટ્રાયલ શરૂ કરી દીધી છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અમેરિકાને તેના પરમાણુ હથિયારોની યાદ અપાવી ચૂક્યા છે. સમાચાર એજન્સીઓ સાથે વાત કરતા પુતિને કહ્યું કે અમે જાણીએ છીએ કે રશિયા નાટોની સંયુક્ત શક્તિ સાથે સ્પર્ધામાં નથી.
અમે આ સમજીએ છીએ પરંતુ અમે એ પણ જાણીએ છીએ કે રશિયા વિશ્વની અગ્રણી પરમાણુ શક્તિઓમાંથી એક છે. પુતિને કહ્યું હતું કે આધુનિક પરમાણુ દળના સંદર્ભમાં રશિયા અન્ય ઘણા દેશો કરતાં ઘણું સારું છે, તેથી કોઈ વિજેતા નહીં હોય. એટલે કે પુતિને ઈશારામાં કહી દીધું છે કે જાે જરૂર પડશે તો તેઓ પોતાના પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાથી પાછળ નહીં હટે. કદાચ આ જ કારણ છે કે અમેરિકાએ તેના મ્-૫૨ બોમ્બર્સને યુરોપ મોકલ્યા છે.SSS