યુક્રેને રશિયાના ૨૮૦થી વધુ બખ્તરિયા વાહનો તબાહ કર્યા
મોસ્કો, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં અમેરિકાએ આપેલી જેવલિન એન્ટી ટેન્ક મિસાઈલની મારક ક્ષમતાએ રશિયાને ભારે નુકસાન પહોંચાડ્યુ છે.
અમેરિકન પત્રકાર જેક મરફીએ અમેરિકાના અધિકારીઓના હવાલાથી દાવો કર્યો છે કે, રશિયાની આર્મી સામે યુક્રેનના સૈનિકો અમેરિકન બનાવટની આ મિસાઈલથી સચોટ હુમલા કરી રહ્યા છે.તેની સફળતાનો રેટ ૯૩ ટકા જાેવા મળ્યો છે.અત્યાર સુધીમાં યુક્રેનના સૈનિકોએ ૩૦૦ જ્વેલિન મિસાઈલનો ઉપયોગ કર્યો છે અને તેમાં રશિયાની ટેન્કો સહિત ૨૮૦ બખ્તરિયા વાહનો તબાહ થઈ ગયા છે.
જેવલિન મિસાઈલ કોઈ પણ ટાર્ગેટને તેની ઉપરની સપાટી પર હીટ કરે છે.કારણકે બખ્તરબંધ વાહનો ચારે તરફથી મજબૂત હોય છે પણ ઉપરનો હિસ્સો કમજાેર હોય છે.
૨૦૧૮માં યુક્રેને અમેરિકા સાથે તેનો સોદો કર્યો હતો અને તેની પહેલી ખેપ ૨૦૧૮માં યુક્રેનને મળી હતી. એવુ કહેવાય છે કે, ડોનબાસમાં રશિયન આર્મીને ખબર પડી કે, યુક્રેનના સૈનિકો પાસે જેવલિન મિસાઈલ છે કે તરત તેમણે પોતાની ટેન્કોને મિસાઈલની રેન્જની બહાર કાઢવા માટે પાછળ હટાવી લીધી હતી. મિસાઈલની ખાસિયત એ છે કે, તે કોઈ પણ વ્યક્તિ પોતાના ખભા પર રાખીને લોન્ચ કરી શકે છે.SSS