Western Times News

Gujarati News

યુક્રેન પર હુમલો થશે તો રશિયા પર આર્થિક પ્રતિબંધનો મુસદ્દો તૈયાર

રશિયાનો ભીષણ યુધ્ધાભ્યાસ, બેલારૂસમાં ફાઈટર વિમાનો તૈનાત

રશિયા-અમેરીકા આમને સામને: અમેરીકાએ એસ્થેનિયામાં ફાઈટર વિમાનોની ‘સ્કવોડ્રન’ મોકલી

યુક્રેનના સૈનિકોને પ્રશિક્ષણ આપવા પહોંચેલી ‘નાટોસેના’

(પ્રતિનિધિ દ્વારા)નવીદિલ્હી, યુક્રેનના મામલે અમેરીકા સહિતના નાટો દેશ અને રશિયા આમનેસામને આવી ગયા છે અમેરીકા-રશિયા વચ્ચે ભીષણ જંગના મડાણ થાય એવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

રશિયા યુક્રેન પર હુમલો કરશે તો તેનો જવાબ આપવા યુક્રેેનની પડખે અમેરીકા-બ્રિટન સહિતના દેશો ઉભા રહેશેે. દરમ્યાનમાં અમેરીકાએ પૂર્વીય યુરોપના અને રશિયાની નજીક ગણાના એસ્ટ્રોનિયા નામના દેશમાં તેની વાયુસેનાની ૩૩૬ સ્ક્વોડ્રનના ફાઈટર વિમાનોની આખી સ્કવોડ્રન મોકલી આપી છે અને તેણે આકાશમાં ગશ્ત લગાવવાની શરૂઆત કરી દીધી છે.

નાટો દેશની સેનાએ યુક્રેનના સૈનિકોને પ્રશિક્ષણ આપવાની શરૂઆત કરી દીધી છે. રશિયા-યુક્રેન પર હુમલો કરશે તો તેના પર આર્થિક પ્રતિબંધની તૈયારીઓની રૂપરેખા (ડ્રાફટ) તૈયાર કરી દીધો છે.

રશિયાએ યુક્રેનને ત્રણ તરફથી ઘેરી લીધુ છે. તો નાટો દેશોએ રશિયાને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. તાજેતરમાં જ બ્રિટનના વડાપ્રધાન બોરીસ જાેન્શને યુક્રેનની મુલાકાત લઈને રશિયાને ચેતવણી આપી હતી. નાટોએ તે સાથે જ પૂર્વીય યુરોપમાં તેના સૈનિકોની તૈનાતી વધારી દીધી છે.

નાટો દેશોની ગણતરી છે કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે. રશિયાએ સામે પક્ષે ફૂલપૃફ તયારીઓ કરી દીધી છે. બેલારૂસમાં તણે ૧ લાખ કરતા વધારે સૈનિકો ગોઠવ્યા છે તો તેના ફાઈટર વિમાનોનો કાફલો ઉતાર્યો છે. બેલારૂસમાં રશિયાની સેનાએ યુધ્ધાભ્યાસ કર્યો છે. તેમાં અત્યંત આધુનિક શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો. રશિયાનો યુધ્ધાભ્યાસ ખુબ જ જાેરદાર હતો તેની નોંધ નાટો દેશોએ લીધી હતી.

જાે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અગાઉ જણાવ્યુ હતુ કે અમારી સેના અમારી સરહદમાં છે. અમેરીકા યુક્રેનના મામલે ઉશ્કેરવાના પ્રયાસ કરી રહ્યુ છે.

આ બધાની વચ્ચે રશિીયાના રાષ્ટ્રપતિ નાટો દેશની કાર્યવાહી સામે પગલા લેવા મક્કમ છે. જાે રશિયા પર હુમલો થશે તો સ્વાભાવિક જ છે કે અમેરીકા-રશિયા જેવી મહાસત્તાઓ સામસામે ભીડાઈ જશે. જેની વિશ્વભરમાં અસર થશે. રશિયા યુક્રેન સામે કોઈપણ પગલુ ભરે તેની રાહ અમેરીકા-બ્રિટન સહિતના દેશો જાેઈ રહ્યા છે. નાટો દેશો રશિયા વચ્ચે તલવારો ખેચાઈ ગઈ છે. શરૂઆત કોણ અને ક્યાંથી કરે છે તેના પર ભીષણ યુધ્ધ થશે કે નહી? તેનો આધાર રહેલો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.