યુક્રેન-પોલેન્ડ બોર્ડર પર ભારતીયો સહિત હજારો લોકોનો જમાવડો
કીવ, રશિયાના હુમલાથી બચવા માટે યુક્રેનના હજારો લોકો પાડોશી દેશ પોલેન્ડ તરફ પલાયન કરી રહ્યા છે. જેના પગલે યુક્રેન અને પોલેન્ડની બોર્ડર પર હજારો લોકોનો જમાવડો થયો છે.વાહનોની પંદર કિમી લાઈનો પડી છે અને આ બોર્ડર પર પહોંચનારામાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે. ઘણા ભારતીયો અત્યારે પોલેન્ડની બોર્ડર પર ટ્રાન્ઝિટ વિઝા મળે તેની રાહ જાેઈને ઉભા છે.કારણકે ભારત પાછા આવવા માટે હાલમાં તો બીજાે કોઈ વિકલ્પ દેખાઈ રહ્યો નથી.
દિલ્હીના રહેવાસી રાકેશે એક હિન્દી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, રશિયા અને યુક્રેન વચ્ચે વિવાદ તો લાંબા સમયથી ચાલતો હતો પણ સ્થિતિ આટલી ઝડપથી બદલાશે તેવી આશા નહોતી.
હજારો ભારતીયો માટે હવે પોલેન્ડમાં પ્રવેશની ભારત આવવાનો વિકલ્પ રહ્યો છે.તેઓ ટ્રાન્ઝિટ વિઝા માટે રાહ જાેઈ રહ્યા છે પણ પોલેન્ડ હાલમાં તો આવા વિઝા આપવાનો ઈનકાર કરી દીધો છે.
ભારતીયોનુ કહેવુ છે કે, જાે વિઝા નહીં મળે તો બોર્ડર વિસ્તારમાં જ આશરો લેવો પડશે.કારણકે યુક્રેનમાં જે સ્થિતિ છે તે જાેતા પાછા ફરવુ બહુ ખતરનાક બની શકે છે.
ભારતીયોએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, વિઝા આપવા માટે પોલેન્ડને વિનંનતી કરવામાં આવે.જેથી પોલેન્ડ થઈને લોકો ભારત પાછા આવી શકે.SSS