Western Times News

Gujarati News

યુક્રેન: ભારતીયોને પાછા લાવવા હવે ઈન્ડિયન એરફોર્સ પણ ઓપરેશનમાં જોડાશે

નવી દિલ્હી, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ભારત પાછા લાવવા માટે હવે ભારતીય વાયુસેના એક્શનમાં આવી ચુકી છે. મોદી સરકારે હવે વાયુસેનાને પણ ઓપરેશન ગંગામાં જોડાવા માટે આદેશ આપ્યો છે.

અત્યાર સુધી એર ઈન્ડિયા દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ હતુ.પણ ભારતીય વાયુસેનાના વિમાનોને તેમાં જોડવાના કારણે રેસ્કયુ ઓપરેશન ઝઢપી બનશે.ઉપરાંત ભારત દ્વારા રાહત સામગ્રી મોકલવાની કામગીરી પણ ઝડપ પકડશે.

વાયુસેનાન સી-17 વિમાનોને આ ઓપરેશનમાં જોડવામાં આવે તેવી શક્યતા છે અને તેઓ આજથી જ ઉડાન ભરી શકે છે.

યુક્રેનમાં દિવસેને દિવસે સ્થિતિ બગડી રહી હોવાથી સરકાર માટે ભારતીયોને પાછા ઝડપથી લાવવા જરુરી બની ગયુ છે.વાયુસેનાના સી-17 વિમાન તેમાં મોટો રોલ ભજવી શકે તેમ છે.

જોકે આ પહેલા પણ ભારતીય વાયુસેના આ પ્રકારની સ્થિતિમાં કામ કરી ચુકી છે.અફઘાનિસ્તાનમાં પણ તાલિબાનના કબ્જા વચ્ચે વાયુસેના ભારતીયોને પાછી લાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.