Western Times News

Gujarati News

યુક્રેન-રશિયાને લીધે મોરબીનો પ્લાસ્ટિકના કારખાનાઓ મુશ્કેલીમાં મૂકાયા

ઉપલેટા, ધોરાજીમા વેસ્ટમાંથી બેસ્ટ બનાવનાર પ્લાસ્ટિક ઉદ્યોગ રો મટિરીયલ્સમા ભાવ વધતા ઉદ્યોગકારોને યુદ્ધને કારણે માઠી અસર થઈ છે. યુક્રેન અને રશિયાનુ જે યુદ્ધ ચાલી રહ્યું છે, તેની અસરમા પ્લાસ્ટિકના રો મટિરીયલમા ભાવ વધારો થતા પ્લાસ્ટિક કારખાનેદારોની ચિંતામા વધારો થયો છે.

એક બાજુ કોરોના કાળમા ધંધા, વેપારમા હાલાકી થઈ ત્યાર બાદ હાલ ધોરાજી વેસ્ટમાંથી બેસ્ટ કરતા ધોરાજી પ્લાસ્ટિકના કારખાનાઓમા યુક્રેન અને રશિયાના યુદ્ધની અસર જાેવા મળી છે. રો મટિરીયલસમાં ૧૫ ટકાનો વધારો થતા પ્લાસ્ટિકના કારખાનાઓ મુસીબતમા મુકાયા છે.

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લગભગ ૪૫૦ જેટલા પ્લાસ્ટિક ઉદ્યોગો આવેલ છે. છેલ્લા ત્રણ વર્ષથી કોરોના મહામારીથી પ્લાસ્ટીક ઉદ્યોગને પણ સારી અસર થઈ હતી અને માંડ કોરોનાથી પ્લાસ્ટિક ઉદ્યોગ બહાર આવ્યો ત્યા યુક્રેન અને રશિયાનું યુદ્ધ શરૂ થઈ ગયું.

તેમા પ્લાસ્ટિકમા આવતા રો મટિરીયલમા યુદ્ધને કારણે ૧૦-૧૫ ટકા જેટલો રો મટિરીયલમા વધારો કરવામાં આવ્યો છે. જેથી પ્લાસ્ટિકના કારખાનેદારોમા ચિંતાજનક સમાચાર આવ્યા અને પ્લાસ્ટિક ઉદ્યોગને ફરી મોટો ધક્કો લાગ્યો છે. અત્યારે ૪૫૦ કારખાનામાંથી ૭૦ ટકા જેટલા કારખાના બંધ હાલતમા છે.

જેને લીધે પ્લાસ્ટિક ઉદ્યોગમા કામ કરતા મજૂરોની હાલત ખરાબ છે. જાે આ યુક્રેન અને રશિયાના યુદ્ધને કારણે રો મટિરીયલમા વધારો થતાં વ્યવહારોમાં ઘણી તકલીફ પડી છે. જાે યુદ્ધ બંધ થાય તો જ પ્લાસ્ટિક ઉદ્યોગ બેઠો થઈ શકે તેમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.