યુક્રેન સામેનું ખોટું પગલું રશિયાની મુશ્કેલી વધારશે

વોશિંગ્ટન, યુક્રેનને લઈને અમેરિકા અને રશિયા વચ્ચે વધતા તણાવ પર બંને દેશોના પ્રમુખોએ ફોન પર વાતચીત કરી. લગભગ એક કલાક ચાલેલી વાતચીતમાં અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને પોતાના સમકક્ષ વ્લાદિમિર પુતિનને કહ્યું કે તેઓ વાર્તા ચાલુ રાખવાના પક્ષમાં છે. જાે કે તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધુ કે યુક્રેન વિરુદ્ધ કોઈ પણ ખોટું પગલું રશિયાની મુશ્કેલીઓ વધારી શકે છે. અત્રે જણાવવાનું કે બંને નેતાઓ વચ્ચે આ મહિને આ ફોન પર બીજીવાર વાતચીત થઈ.
અમારી સહયોગી વેબસાઈટ ડબલ્યુઆઈઓએનમાં છપાયેલા સમાચાર મુજબ યુક્રેનની સરહદ પર રશિયન સૈનિકોના જમાવડાથી અમેરિકા નારાજ છે અને આ કારણે બંને દેશો વચ્ચે તણાવ ખુબ વધી ગયો છે. ક્રેમલિનના સહયોગી યુરી ઉશાકોવે જણાવ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પોતાના અમેરિકી સમકક્ષને ચેતવણી આપી છે કે યુક્રેનના બહાને રશિયા પર નવા પ્રતિબંધો લગાવ્યા તો બંને દેશોના સંબંધો પર ખરાબ અસર પડી શકે છે.
ઉશાકોવે એ પણ જણાવ્યું કે જાે બાઈડેને પણ પુતિનને ધમકી આપતા કહ્યું કે જાે રશિયા યુક્રેન વિવાદને વધુ ચગવશે તો તેણે નાણાકીય, સૈન્ય અને આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડશે. યુરી ઉશાકોવે કહ્યું કે અમારા રાષ્ટ્રપતિએ અમેરિકાને સ્પષ્ટ કર્યું કે રશિયા પર પ્રતિબંધો લગાવવા એ મોટી ભૂલ હશે અને તેના ગંભીર પરિણામો આવી શકે છે.
જાે કે તેમણે આશા વ્યક્ત કરી છે કે અમેરિકા આવું કઈ નહીં કરે. આ બાજુ વ્હાઈટ હાઉસે રાષ્ટ્રપતિ બાઈડેન અને પુતિન વચ્ચે થયેલી વાતચીત અંગે જાણકારી આપતા કહ્યું કે યુએસ પ્રેસિડેન્ટે રશિયાના રાષ્ટ્રપતિને કહ્યું કે જાે યુક્રેન પર હુમલો થયો તો અમેરિકા અને તેના સહયોગી તેનો જાેરદાર જવાબ આપશે.
વ્હાઈટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ એક નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રપતિ બાઈડેને રશિયાને યુક્રેન સાથે તણાવ ઓછો કરવાનો આગ્રહ કર્યો. આ સાથે જ સ્પષ્ટ કર્યું કે જાે રશિયા યુક્રેન પર હુમલા કરશે તો અમેરિકા અને તેના સહયોગી નિર્ણાયક જવાબ આપશે. નોંધનીય છે કે ગુરુવારે થયેલી આ વાતચીત ડિસેમ્બરમાં બાઈડેન અને પુતિન વચ્ચે થયેલી બીજી ટેલિફોનિક વાતચીત હતી. સમાચાર એજન્સી સિન્હુઆના રિપોર્ટ મુજબ બંને નેતાઓએ ૭ ડિસેમ્બરે એક વીડિયો કોન્ફરન્સમાં વાત કરી હતી.SSS