Western Times News

Gujarati News

યુક્રેન સામે રશિયાની મદદ બદલ ચીને પરિણામ ભોગવવા પડશે

નવી દિલ્હી, યુનાઇટેડ સ્ટેટ્‌સના પ્રમુખ જાે બાયડેને ચેતવણી આપી છે કે જાે ચીન યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને સાથ આપશે તો તેના આ પગલાના ગંભીર પરિણામો ભોગવવા પડશે. જાે બાયડેને કહ્યું કે તેમણે તેમના ચીની સમકક્ષ શી જિનપિંગને સ્પષ્ટ કરી દીધું છે કે જાે ચીન રશિયાને મદદ કરશે તો તેને ગંભીર આર્થિક પરિણામોનો સામનો કરવો પડશે.

ચીન દ્વારા રશિયાને સહાય પૂરી પાડવાની સંભાવના પર, જાે બાયડેને કહ્યું કે તેણે ગયા અઠવાડિયે શી જિનપિંગ સાથે આ વિષય પર ખૂબ સીધી વાતચીત કરી હતી. બ્રસેલ્સમાં નાટો સમિટ અને ગ્રૂપ ઓફ સેવનની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે યુક્રેન પર રશિયન આક્રમણ પર આ ટિપ્પણી કરી હતી.

જાે બાયડેને કહ્યું કે તેઓ ચીનને ધમકી આપી રહ્યા નથી, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે શી જિનપિંગ રશિયાને મદદ કરવાના સંભવિત પરિણામોને સમજે છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે ચીન યુરોપિયન દેશો સાથે મજબૂત આર્થિક સંબંધો વિકસાવવા માંગે છે.

જાે બાયડેનના જણાવ્યા મુજબ, તેમણે શી જિનપિંગને કહ્યું હતું કે રશિયાની મદદ કરીને, તેઓ તેમના ઉદ્દેશ્યોને મોટા જાેખમમાં મૂકશે, જાે હકીકતમાં તેને અનુસરવુ હશે તો.

જાે બાયડેને આગળ કહ્યું, “મને લાગે છે કે ચીન સમજે છે કે તેનું આર્થિક ભાવિ રશિયા કરતાં પશ્ચિમના દેશો સાથે વધુ નજીકથી જાેડાયેલું છે. તેથી હું આશા રાખું છું કે તે આ બાબતમાં સામેલ નહીં થાય. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાયડેને એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે તેઓ ઈચ્છે છે કે રશિયાને ય્-૨૦માંથી બહાર ફેંકી દેવામાં આવે. તમને જણાવી દઈએ કે ય્-૨૦ યુરોપિયન યુનિયન અને અન્ય ૧૯ દેશોનું એક મંચ છે, જે મોટા વૈશ્વિક મુદ્દાઓ પર કામ કરે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.