યુજવેન્દ્ર ચહલ હનીમૂનથી પરત આવવા માગે છે
નવી દિલ્હી: ગયા મહિને લગ્નના બંધનમાં બંધાયેલા ભારતના સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલ પત્ની ધનશ્રી વર્માની સાથે દુબઈમાં હનીમૂનનો આનંદ માણી રહ્યો હતો. આ કપલે દુબઈમાં ખૂબ જ મસ્તી કરી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ. ચહલે પત્ની ધનશ્રીના અનેક ફની વીડિયો પણ શૅર કર્યા,
જેમાં સ્પષ્ટ જાેવા મળી રહ્યું છે કે તે પોતાના હનીમૂનને કેટલો એન્જાેય કરી રહ્યા છે. હનીમૂન પર ગયેલા આ કપલ માટે દુબઈમાં મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની સાક્ષીએ ડિનર પાર્ટી પણ રાખી હતી. દુબઈમાં એક બીજાની સાથે ક્વોલિટી ટાઇમ પસાર કર્યા બાદ હવે આ કપલ ઘરે પરત ફરવાની તૈયારી કરી રહ્યું છે.
પરંતુ ધનશ્રીનું મન હજુ પણ થોડા દિવસ વધુ દુબઈમાં રોકાવાનું છે. આ કારણથી જ કદાચ યુજવેન્દ્ર ચહલ પોતાની પત્ની ધનશ્રીને ઘરે પરત જવા માટે કહી રહ્યો છે. ચહલે પોતાની ઇન્સ્ટાગ્રમ સ્ટોરી પર એક તસવીર શૅર કરીને ધનશ્રીને કહ્યું કે, ચલો ઘરે. ચહલ અને ધનશ્રીએ ૨૨ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ સાત ફેરા લીધા અને સોશિયલ મીડિયા પર પ્રશંસકોની સાથે આ ખુશીને શૅર કરી હતી.
લગ્નની તસવીરો શૅર કર્યાના એક દિવસ બાદ યુજવેન્દ્ર અને ધનશ્રીએ પોતાની સગાઈ તસવીરો પણ શૅર કરી હતી. લગ્નમાં ધનશ્રીએ ઘેરા લાલ રંગનો લહેંઘો પહેર્યો હતો, જ્યારે ચહલે શેરવાનીની સાથે ઘેરા લાલ રંગનો સાફો પહેર્યો હતો. લગ્નના આઉટફિટ પણ તરૂણ તાહિલાનીએ ડિઝાઇન કર્યા હતા.