Western Times News

Gujarati News

યુઝ્ડ કાર્સ પર બેસ્ટ ડીલ્સ માટે ખાસ BMW પ્રીમિયમ સિલેકશન

બીએમડબલ્યુ ગ્રુપ ઈન્ડિયા (BMW Group India) દ્વારા વડોદરામાં તેની અલ્ટ્રામોડર્ન બીએમડબલ્યુ ફેસિલિટી નેક્સ્ટ ના લોન્ચની (Launched Ultra Modern Facility next) ઘોષણા કરી હતી.

એમિનેન્ટ કાર્સ (Eminent Cars Vadodara Gujarat) હવે ગુજરાતના તૃતીય સૌથી વિશાળ શહેરમાં ફુલ્લી- ફ્લેજ્ડ ઈન્ટીગ્રેટેડ રિટેઈલ અને સર્વિસ સુવિધા સાથે બીએમડબલ્યુ નું પ્રતિનિધિત્વ કરે છે.

નવી બીએમડબલ્યુ ફેસિલિટી નેક્સ્ટ સંકલ્પના પર આધારિત નવી ફેસિલિટી હવે નવી અને પ્રી- ઓન્ડ બીએમડબલ્યુ કાર્સની ખાસ શ્રેણી પ્રદર્શિત કરશે. તે સન ફાર્મા રોડ, પ્રમુખ સ્વામી નગર, તાંદળજા, વડોદરા, ગુજરાત- 390012 ખાતે સ્થિત છે.

શ્રી. અંકુર જૈન, ડીલર પ્રિન્સિપલ, (Ankur Jain) એમિનેન્ટ કાર્સ કહે છે, “ગુજરાતમાં અમારી હાજરી વિસ્તારવાની અને પ્રીમિયમ કાર્સ માટે સ્વર્ણિમ અને ઉભરતા બજાર વડોદરામાં શિયર ડ્રાઈવિંગ પ્લેઝર લાવવાની અમને ખુશી છે. શહેરમાં અજોડ અને સૌથી વિશાળ બીએમડબલ્યુ ફેસિલિટી નેક્સ્ટ કોન્સેપ્ટ એકંદર ગ્રાહક અનુભવમાં નવું સીમાચિહન સ્થાપિત કરશે. બેજોડ પ્રોડક્ટો અને બજારસ્થળની અમારી સમજદારી સાથે ભારતમાં બીએમડબલ્યુ ની વૃદ્ધિ પામતી સફળતાની ગાથામાં અમને નોંધનીય ભૂમિકા ભજવવાનો વિશ્વાસ છે.”

https://westerntimesnews.in/news/80242

શ્રી. વિક્રમ પાવાહ, પ્રેસિડેન્ટ, બીએમડબલ્યુ ગ્રુપ ઈન્ડિયા (Vikram Pawah President, BMW Group India) કહે છે, “ગુજરાત બીએમડબલ્યુ ગ્રુપ ઈન્ડિયા માટે મહત્ત્વપૂર્ણ બજાર છે અને અમે ગુજરાતમાં અમારા ગ્રાહકો અને સંભવિતોને બેજોડ બ્રાન્ડ અનુભવ આપવા માટે કટિબદ્ધ છીએ. વડોદરાનું સ્વર્ણિમ શહેર પશ્ચિમ ભારતમાં સૌથી ઝડપથી ઉભરતાબજારમાંથી એક છે. અમારા વિશ્વસનીય ભાગીદાર એમિનેન્ટ કાર્સ સાથે ફુલ્લી- ફ્લેજ્ડ ડીલરશિપ સ્થાપીને પ્રદેશમાં અમારી નોંધનીય હાજરીને અમે વધુ મજબૂત બનાવી છે.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.