યુટીટી નેશનલ રેન્કિંગ (સેન્ટ્રલ ઝોન) ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપઃ પ્રિયેશ, પ્રિથા સબ જુનિયર્સ ચેમ્પિયન
ભાવનગર, તા. 13 નવેમ્બર: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના (Sports authority of Gujarat) સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી યુટીટી નેશનલ રેન્કિંગ (સેન્ટ્રલ ઝોન) ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં (UTT National Ranking Central Zone Table tennis championship at Bhavnagar) સુરેશ રાજ પ્રિયેશે થરુણ શણમુગમને 4-0થી હરાવીને સબ જુનિયર બોયઝ ટાઇટલ જીતી લીધું હતું.
ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના આશ્રય હેઠળ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના સહકારથી આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. જેને સ્ટેગ દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે અને તેના સહ સ્પોન્સર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) છે.
સુહાના સૈની પણ તેના ત્રીજા ટાઇટલની નજીક હતી પરંતુ થોડા સમય માટે તેણે સાતત્ય ગુમાવ્યું અને મહારાષ્ટ્રની પ્રિથા વર્ટિકર ટ્રોફી જીતી ગઈ હતી. તાજેતરના ગાળામાં પરાજયને આરે આવ્યા બાદ ભાગ્યે જ કોઈ ખેલાડીએ પ્રિથાની માફક વળતો પ્રહાર કર્યો હશે. તેણે 4-3થી ફાઇનલ જીતી હતી.
તામિલનાડુના ડાબોડી ખેલાડી સામે પ્રિયેશે શાનદાર રમત દાખવી હતી. તેણે ઉમદા સર્વિસ વેરિયેશન દાખવવાની સાથે સાથે ચપળ પ્લેસિંગ પણ કર્યા હતા. થરુણ ફાઇનલના દબાણને વશ થઈ ગયો હતો અને તેણે મેચ ગુમાવી હતી.
સેમિફાઇનલમાં પ્રિયેશનો મુકાબલો ઉત્તર પ્રદેશના દિવ્યાંશ શ્રીવાસ્તવા સામે હતો જે તેણે આસાનીથી 4-1થી જીતી લીધો હતો પરંતુ ઉત્તર પ્રદેશના જ સાર્થ મિશ્રા સામે થરુણે સંઘર્ષ કરવો પડ્યો હતો અને અંતે તેણે 4-2થી મેચ જીતી હતી. સાર્થે સ્કોર 2-2થી સરભર કર્યો હતો પરંતુ ત્યાંથી આગળ નીકળવામાં તે કમનસીબ રહ્યો હતો.
નિર્ણાયક મેચમાં હરિયાણાની સુહાનાએ કંગાળ પ્રારંભ કર્યો હતો પરંતુ 2-2થી સ્કોર સરભર કર્યો હતો ત્યાર બાદ સ્કોર 3-3 અને નિર્ણાયક ગેમમાં 8-5 થઈ ગયો હતો. જોકે તેના રિફ્લેક્સ નકારાત્મક રહ્યા હતા જેનો લાભ લઈને પ્રિથાએ સ્કોર 9-9 કરી દીધો હતો. છેલ્લા બે પોઇન્ટમાં તો પ્રિથા સામે સુહાના કાંઈ કરી શકી ન હતી.
સેમિફાઇનલમાં સુહાના 3-1ની સરસાઈ પર હતી. તેણે વેસ્ટ બંગાળની પ્રિથોકી ચક્રવર્તી સામે 4-2થી વિજય હાંસલ કર્યો હતો. પ્રિથાએ તામિલનાડુની કાવ્યશ્રી ભાસ્કરને 4-3થી હરાવી હતી. પ્રિયનુજ, શરવાણી કેડેટમાં જીત્યા. કેડેટ બોયઝની ફાઇનલમાં પ્રિયનુજ ભટ્ટાચાર્યએ સિઝનનું બીજું ટાઈટલ જીત્યું હતું. તેણે તામિલનાડુના અભિનંદનને 4-1થી હરાવ્યો હતો. અત્યંત વેગીલા પ્રિયનુજે તામિલનાડુના હરીફને મુશ્કેલીમાં મૂકી દીધો હતો.
અગાઉ સેમિફાઇનલમાં અભિનંદને અસામાન્ય રમત દાખવીને શુભાંશુ મૈનીને 0-2થી હરાવ્યો હતો. શુભાંશુએ સારી રમત દાખવી હતી પરંતુ અભિનંદને વળથો પ્રહાર કરીને આગામી ત્રણ ગેમ જીતી લીધી હતી.
કેડેટ ગર્લ્સની ફાઇનલમાં તામિલનાડુના શરવાણી નગમે વેસ્ટ બંગાળની દિયા બ્રહ્મચારીને 4-0થી હરાવીને અગાઉ બે ફાઇનલમાં થયેલા પરાજયનું સાટું વાળી દીધું હતું. સિઝનમાં આ તેનું પ્રથમ ટાઇટલ હતું. દિયાએ સોનેપત અને થિરુવનંથપુરમમાં ટાઇટલ જીત્યું હતું.
પરિણામો –સબ જુનિયર બોયઝ ફાઇનલ: પ્રિયેશ રાજ સુરેશ જીત્યા વિરુદ્ધ થરુણ શણમુગમ 11-6, 11-9, 11-3, 11-8; સેમિફાઇનલ્સ ઃ પ્રિયેશ જીત્યા વિરુદ્ધ દિવ્યાંશ શ્રીવાસ્તવા 11-13,11-5, 11-9, 11-7, 11-6; થરુણ જીત્યા વિરુદ્ધ સાર્થ મિશ્રા 10-12, 11-3, 14-12, 11-7, 8-11, 12-10.
સબ જુનિયર ગર્લ્સ : ફાઇનલ : પ્રિથા વર્ટિકર જીત્યા વિરુદ્ધ સુહાના સૈની 11-8, 11-9, 3-11, 3-11, 11-4, 5-11, 11-9; સેમિફાઇનલ્સ ઃ સુહાના સૈની જીત્યા વિરુદ્ધ પ્રિથોકી ચક્રવર્તી 11-4, 11-4, 9-11, 11-4, 6-11, 11-8; પ્રિથા વર્ટિકર જીત્યા વિરુદ્ધ કાવ્યશ્રી ભાસ્કર 11-4, 11-5, 11-13, 10-12, 11-9, 8-11, 11-8.
કેડેટ બોયઝ: ફાઇનલ: પ્રિયનુજ ભટ્ટાચાર્ય જીત્યા વિરુદ્ધ પીબી અભિનંદન 11-6, 11-8, 9-11, 11-2, 11-7; સેમિફાઇનલ્સ ઃ પીબી અભિનંદન જીત્યા વિરુદ્ધ સુધાંશુ મૈની 12-14, 5-11, 11-6, 11-4, 11-6; પ્રિયનુજ Semi-finals: PB Abhinand bt Sudhanshu Maini (Del)ઉમેશ કુમાર 11-4, 9-11, 14-12, 11-9.
કેડેટ ગર્લ્સ ફાઇનલ ઃ શરવાણી નગર જીત્યા વિરુદ્ધ દિયા બ્રહ્મચારી 11-8, 11-5, 11-9, 11-6; સેમિફાઇનલ્સ ઃ શરવાણી જીત્યા વિરુદ્ધ જેનિફર વર્ગીસ 12-10, 11-5, 9-11, 10-12, 12-10; દિયા બ્રહ્મચારી જીત્યા વિરુદ્ધ નંદીની સહા 7-11, 9-11, 11-6, 11-9, 11-8.
અંડર-1315 બોયઝ ફાઇનલ: રાજવીર શાહ જીત્યા વિરુદ્ધ હવિશ અસરાની 11-9, 3-11, 7-11, 11-8, 11-5.
અંડર-13-15 ગર્લ્સ ફાઇનલ : પ્રિથા વર્ટિકર જીત્યા વિરુદ્ધ તનીશા કોટેચા 4-11, 11-9, 11-3, 7-11, 11-9.