યુદ્ધમાં પરમાણુ હુમલાથી બચવા પુતીને તેના પરિવારને બંકરમાં મોકલી દીધા

મોસ્કો, યુક્રેનની સાથે વધતા જતા તનાવ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીને પરમાણુ હુમલાની પરીસ્થિતિમાં બચાવ અને નિકાલ માટે ડ્રીલના આદેશ આપી દીધા છે, દરમિયાન ખુદ પુટીને તેના પરિવારને બંકરમાં મોકલી દીધો હોવાના અને તે ખુદ બંકરમાં હોવાના ખબરો છે, યુક્રેન સાથેના જંગમાં પરમાણુ બોમ્બના ઉપયોગના ખતરાની પણ આશંકા પણ વધી ગઈ છે.
ખબર છે કે યુદ્ધ શરૂ થયા બાદ પુટીને પોતાના પરિવારને સાઈબેરીયામાં આવેલા બંકરમાં મોકલી દીધો હતો. આ ર્નિણય એટલા માટે લેવાયો કે રશિયા પર પરમાણુ હુમલો થાય તો પુટીનના નજીકના સંબંધીઓને બચાવી શકાય, આ બંકર એક શહેર જેવડા આજથી ૧૦ વર્ષ પહેલા બનાવાયા છે.
દરમિયાન રશિયા તરફથી યુક્રેન પર સતત હુમલા કરવામાં આવી રહ્યાં છે.જાે કે યુક્રેન પણ હથિયારો છોડવાના મુડમાં નથી અને તે પણ હુમલા કરી રહ્યું છે.HS