યુદ્ધ અને આપત્તિમાં ઘવાયેલા ગંભીર સૈનિકો, અસરગ્રસ્ત લોકોને સારવાર માટેની પ્રાથમિકતા આપવા ટ્રાએજ પ્રોસેસને અનુસરવામાં આવે છે
જયારે વધુ દર્દીઓ એકઠા થાય ત્યારે ક્યાં દર્દીને તેની હાલત જોતા સારવારની ક્રમશઃ પ્રાથમિકતા આપવી એટલે ટ્રાએજ
ટ્રાએજ એટલે હોસ્પિટલનો એ વિસ્તાર જ્યાં દર્દીને સૌથી પહેલા લાવવામાં આવે અને નિષ્ણાંત તબીબી ટીમ દ્વારા તેની શારિરીક સ્થિતિ અને રોગની ગંભીરતાને ચકાસવામાં આવે છે. ઈમરજન્સીનો મુખ્ય આધારસ્તંભ ભાગ ટ્રાએજ એરિયા હોય છે, દર્દી માટે લાઈફ-સેવિંગ બની રહે છે. જયારે વધુ દર્દીઓ એકઠા થાય ત્યારે ક્યાં દર્દીને તેની હાલત જોતા સારવારની ક્રમશઃ પ્રાથમિકતા આપવી એને ટ્રાએજ પ્રક્રિયા કહેવાય છે.
યુદ્ધ અને આપત્તિમાં ઘવાયેલા ગંભીર સૈનિકો, અસરગ્રસ્ત લોકોને સારવાર માટેની પ્રાથમિકતા આપવા અને એ દ્વારા મૃત્યુનું પ્રમાણ ઘટે એ આશયથી ટ્રાએજ પ્રોસેસને અનુસરવામાં આવે છે, અને ઓછા સમયમાં જરૂરી સઘન સારવાર આપવામાં આવે છે.
હાલ ટ્રાએજમાં મુખ્યત્વે ઓક્સિજનની જરૂરિયાત ધરાવતાં દર્દીઓ આવે છે, તેમના લક્ષણ પ્રમાણે કઈ પ્રકારની સારવારની જરૂરિયાત છે એનું તાત્કાલિક આકલન કરીને દર્દીઓને વેન્ટીલેટર અને બાયપેપ પર રાખવા માટે આઈ.સી.યુ. અને એન.આઈ.સી.યુ.માં મોકલી આપવામાં આવે છે.