યુધ્ધથી ભારતના દવા ઉદ્યોગ પર ઝાઝી અસર વર્તાશે નહીં
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, રશિયા-યુક્રેન વચ્ચેે ફાટી નીકળેલા યુધ્ધને કારણે ભારતના દવા ઉદ્યોગ પર કોઈ ઝાઝી અસર થશે નહીં તેમ આ વ્યવસાય સાથે સંકળાયેલા તજજ્ઞોનું માનવુ છે. કોરોનાકાળથી ભારતે આત્મનિર્ભર બનવા તરફ શરૂઆત કરી દીધી હતી.
જેનેેે કારણે ભારતમાં દવાઓનું વ્યાપક ઉત્પાદન શરૂ થઈ ગયુ છે. અલબત્ત, ભારતની દવાઓ થોડી મોંઘી જરૂર હશે તેમ મનાય છે. કોરોના પહેલાં ભારત ચીનથી દવાઓમાં વપરાતો કાચો માલ લાવતા હતા. પરંતુ કોરોના આવતા ચીનથી આવતા કન્ટેનર પર રૉક લગાવી દેવામાં આવી છે.
ભારતે ફાર્માસ્યુટીકલ્સ ક્ષેત્રે ‘આત્મનિર્ભર’ બનવાની કોરોનાકાળ થી પૂરઝડપે શરૂઆત કરી દીધી હતી. એ.પી.આઈ.એક્ટીવ ફાર્મા સ્યુટીકલ્સ ઇન્ગ્રેડીયન્સ) અર્થાત કાચો માલ બનાવવાની શરૂઆત આપણે ત્યાં થઈ ચુકી છે. અગાઉ ચીનથી જ કાચો માલ આવતો હતો.
પરંતુ કોરોના પહેલાંથી જ આપણે ચીનથી આવતા માલ પર રૉક લગાવી દીધી હતી. કોરોના કાળમાં દવાઓના ભાવમાં ૧૦ થી ર૦ ટકાનો વધારો થયો છે તે હકીકત છે. પરંતુ યુક્રેન-રશિયાથી દવાઓના ભાવમાં કોઈ વધારો થશે નહી.
અલબત્ત, પેટ્રોલીયમ પેદાશોના ભાવમાં વધારો થશે તો તેની અસર વર્તાય તો નવાઈ નહી. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં અંદાજે ૩૦૦ જેટલી દવાઓની કંપનીઓ આવેલી છે. તેના પર આગામી દિવસોમાં કેવી અસર વર્તાશે એ તો સમય જ કહેશે. પણ તજજ્ઞોના મતે યુધ્ધના કારણે ભારતના દવા ઉદ્યોગ પર કોઈ ઝાઝી અસર વર્તાશે નહી.